Dhangadhra માં તત્કાલીન સીનીયર ક્લાર્ક સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

Share:

Dhrangadhra,તા.૧૨

ધાંગધ્રામાં કાર્યપાલક ઈજનેરની ઓફિસના તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ એચ.દેવમુરારી સામે એન્ટી કર્પ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. આ કેસની વિગત મુજબ તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ દેવમુરારીના ૨૦૧૨થી ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવા તથા તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ છઝ્રમ્ ના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી આ નાણાંનો ઉપયોગ મિલકતોમાં કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જેમાં આરોપીએ આવક કરતા રૂ.૩૬,૩૯,૬૨૪નું એટલેકે ૬૫.૩૩ ટકા વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે આરોપી રાજેશ દેવમુરારી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *