Rajkot: કાર ચોરીના ગુનામાં બેલડી ઝડપાઈ

Share:

Rajkot,તા.03

કાલાવાડ રોડ, કટારીયા ચોકડી પાસે રંગોલી પાર્કમાં રહેતા જીજ્ઞાબેન જયેશ બરારીયા (ઉ.વ-31)એ અગાઉ તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેમના જેઠ અમિતભાઇ દેવાયતભાઈ બરારીયાની માલીકીની જીજે 03- જેસી 5012 નંબરની કારનો તેઓ વપરાશ કરતા હતા. તેમના રહેણાંકના સ્થાને કાર પાર્ક કરી હતી. તા.28/1/2025ના રોજ તેમની કાર ચોરી થઈ ગઈ હતી.આ પછી તુરંત જ પોલીસને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે આ અંગે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી તપાસ્યા હતા. અને બાતમી આધારે ગેસના બાટલાની ડિલિવરીમાં મજૂરી કરતા આરોપી કમલેશ કાના લોખીલ (ઉવ.33 રહે. નહેરૂનગર, શેરી નં.-9, રંગોલી ફર્નિચર ની સામે, આહીર ચોક, રાજકોટ) અને કલરકામ કરતા માનવ વિજયભાઇ ચંદાવત (ઉ.વ.19 રહે.દેવપરા, ભવનાથ મંદીરની સામે)ને ઝડપી લઈ રૂ. 3 લાખની કિંમતની કાર કબ્જે કરી હતી.રાજકોટ તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કમલેશ વિરુદ્ધ અગાઉ પણ આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારી, રાયોટિંગનો ગુનો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *