Rahul Dravidના નાનાં પુત્રની કમાલ : ચોથા ક્રમે આવી સદી ફટકારી

Share:

Andhra Pradesh,તા.16

ક્રિકેટનાં આઇકોન રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડે તેનાં પિતાના પગલે ચાલવાનું શરૂ કર્યું છે. તેણે શુક્રવારે વિજય મર્ચન્ટ ટ્રોફી મેચમાં ઝારખંડ સામે શાનદાર સદી ફટકારી હતી.

આંધ્રપ્રદેશના મુલાપાડુમાં આયોજિત આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ચોથા નંબર પર બેટિંગ કરતાં અન્વય 100 રન બનાવ્યાં બાદ અણનમ રહ્યો હતો. તેની ઈનિંગમાં 153 બોલમાં દસ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. 

અન્વયની સદીની મદદથી કર્ણાટકે 123.3 ઓવરમાં 4 વિકેટે 441 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. તેણે સ્યામંતક અનિરુદ્ધ સાથે ત્રીજી વિકેટ માટે 167 રનની મોટી ભાગીદારી કરી હતી. આ પછી તેણે સુકુર્થ જે સાથે ચોથી વિકેટ માટે વધુ 43 રન જોડ્યા હતાં.

પ્રથમ બેટિંગ કરતાં ઝારખંડની ટીમ 128.4 ઓવરમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કર્ણાટકને પ્રથમ દાવની લીડના આધારે ડ્રોથી ત્રણ પોઈન્ટ મળ્યાં જ્યારે ઝારખંડને એક પોઈન્ટ મળ્યો હતો.

અન્વયે ગયાં વર્ષે કર્ણાટકની અંડર-14 ટીમની કેપ્ટનશિપ કરી હતી. તેણે તાજેતરની કેએસસીએ અંડર-16 ઇન્ટર-ઝોનલ મેચમાં બેંગ્લોર ઝોન માટે તુમકુર ઝોન સામે અણનમ બેવડી સદી પણ ફટકારી હતી. અન્વયનો મોટો ભાઈ સમિત 19 વર્ષનો ઓલરાઉન્ડર છે.

સમિતે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19 હોમ સિરીઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેની રાષ્ટ્રીય પસંદગી પહેલાં, સમિત મહારાજા ટી-20 ટ્રોફીમાં મૈસુર વોરિયર્સ માટે રમ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *