સિમોન ફિશર-બેકરના એજન્ટ, જાફરી મેનેજમેન્ટના કિમ બેરીએ તેમની લાંબા સમયથી ચાલતી મિત્રતાને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી
Mumbai, તા.૧૨
હોલીવુડ અભિનેતા સિમોન ફિશર-બેકરનું ૬૩ વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. જોકે, મૃત્યુ પાછળનું કારણ બહાર આવ્યું નથી. તેમના નિધનના સમાચાર સાંભળીને ચાહકો અને ઉદ્યોગ આઘાતમાં છે. તેમણે પ્રખ્યાત ‘હેરી પોટર’ માં કામ કર્યું છે.હોલીવુડથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ‘હેરી પોટર’ અને ‘ડોક્ટર હૂ’ માં તેમના શક્તિશાળી અભિનય માટે પ્રખ્યાત અભિનેતા સિમોન ફિશર-બેકરનું નિધન થયું છે. તેઓ ૬૩ વર્ષના હતા. તેમના મૃત્યુથી તેમના ચાહકો અને ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ શોક વ્યક્ત કરી રહ્યા છે.સિમોન ફિશર-બેકરના એજન્ટ, જાફરી મેનેજમેન્ટના કિમ બેરીએ તેમની લાંબા સમયથી ચાલતી મિત્રતાને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યુંઃ ‘આજે મેં ફક્ત એક ક્લાયન્ટ જ નહીં પરંતુ ૧૫ વર્ષના નજીકના મિત્રને ગુમાવ્યા છે.’ બીબીસીના ‘ડોક્ટર હૂ’માં ડોરિયમ માલદોવરની ભૂમિકા ઓફર થઈ ત્યારે મેં તેમને કરેલો ફોન કોલ હું ક્યારેય ભૂલીશ નહીં. સિમોન એક લેખક અને ઉત્તમ જાહેર વક્તા હતા. તેમણે મને ખૂબ મદદ કરી અને તેઓ દયાળુ, નમ્ર અને બધામાં રસ ધરાવતા હતા. સિમોનનું ફેસબુક એકાઉન્ટ ખુલ્લું રહેશે.સિમોનનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૬૧ ના રોજ થયો હતો. તેઓ ટીવી અને ફિલ્મ અભિનેતા હતા. ખાસ કરીને કોમેડી અને ખાસ પાત્રો માટે. તેઓ ‘પપી લવ’ માં ટોની ફાઝાકરલી, ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન’ માં ધ ફેટ ળાયર તરીકેની ભૂમિકાઓ માટે જાણીતા છે. તે હેરીની હોગવટ્ર્સ સ્કૂલમાં ભૂત તરીકે રહેતો હતો. તેમણે ‘ડોક્ટર હૂ’ ની શ્રેણી ૫ અને ૬ માં ડોરિયમ માલદોવરની ભૂમિકા ભજવી હતી.