Iran શરૂ કરી તૈયારી, હવાઈ હુમલાને રોકવા તહેનાત કર્યું નવું હથિયાર, ઈઝરાયલ-અમેરિકા ટેન્શનમાં

Share:

Iran ,તા.08

અમેરિકા અને ઈઝરાયલના હુમલાથી બચવા માટે ઈરાન પોતાનું લેટેસ્ટ હથિયાર તૈનાત કરી રહ્યું છે. જમીનથી હવામાં હુમલો કરતી નવા પ્રકારની મિસાઈલ સિસ્ટમ 9-Dey છે. જેને ઈરાનના Sevom Khordad લોંગ રેન્જ હાઈ અલ્ટીટ્યૂડ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના આધારે બનાવવામાં આવી છે.

નવી મિસાઈલ સિસ્ટમમાં બે બ્લોક્સ બન્યા છે. કોઈપણ સમયે તે એક સાથે આઠ મિસાઈલ છોડે છે. દરેક બ્લોકમાંથી બે-બે મિસાઈલ ફાયર થશે. ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે, ત્યારે આ સિસ્ટમને સજ્જ બનાવવામાં આવી છે. જે અનેક પ્રકારના એર સ્ટ્રાઈકનો સામનો કરવા તૈયાર છે.

આ ઓછી રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ છે, એટલે કે, ઓછી ઉંચાઈ પર ઉડી રહેલા ક્રૂઝ મિસાઈલ, ફાઈટર જેટ્સ, ડ્રોન્સ, હેલિકોપ્ટર્સ તથા કોઈપણ એરક્રાફ્ટને પાડી શકે છે. આ સિસ્ટમ ઈસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડ્સ કોર્પ્સ માટે નવી સિદ્ધિ સમાન છે.

આ મિસાઈલ સિસ્ટમને ગતવર્ષે 5થી 7 નવેમ્બર, 2023 સુધી યોજાયેલા ડિફેન્ડર્સ ઓફ ધ સ્કાય ઓફ વેલાયત નામના યુદ્ધાભ્યાસમાં રજૂ કરવામાં આવી હતી. આ યુદ્ધાભ્યાસમાં મિસાઈલ સિસ્ટમે સફળતાપૂર્વક નિર્ધારિત ટાર્ગેટને નષ્ટ કર્યા હતા. તેની રડાર સિસ્ટમ એક જ વારમાં અનેક પ્રકારના ટાર્ગેટને ઓળખી તેના પર હુમલો કરવા સક્ષમ છે. જેમાં એસ-બેન્ડ ડિટેક્શન રડારનો ઉપયોગ સુરક્ષા માટે કરવામાં આવે છે. જેને ટાર્ગેટ કરવા માટે 6×6 મિલિટ્રી ટ્રક ચેસિસનો ઉપયોગ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *