Dhoraji નાભરત શેખવા ને દુષ્કર્મના કેસમાં ૨૦ વર્ષની સજા

Share:

યુવતી પર દુષ્કર્મ આચરી અને તેના પરિવારો પર હુમલો કરવાનો ગુનો નોંધાયો હતો

Dhoraji,તા.18

ધોરાજી પંથકની યુવતી પર દુષ્કર્મ આચરી અને તેના પરિવારો પર હુમલો કરવાના ગુના નો કેસ ચાલી જતા અદાલત તે   ભરત શેખવા ને તકસીરવાન ફેરવી ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વધુ વિગત મુજબ ધોરાજી પંથકમાં રહેતી પરણીતાની  પુત્રીને ધોરાજી પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા ભરત મગન શેખવા એ દુષ્કર્મ આચરી અને તેના પરિવારજનો ઉપર હુમલો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભરત મગન શેકવાની ધરપકડ કરી જેની પ્રાથમિક પૂછપરછમાં  વાડીએ જઈ યુવતી ને હવસનો શિકાર બનાવી તેના માતા, પિતા અને ફઈબા ને આરોપીના પરિવારજનો દ્વારા માર માર્યાનું તપાસમાં ખુલતા જેના આધારે તપાસનીશ દ્વારા અદાલતમાં   ચાર્જ સીટ રજૂ કરવામાં આવી હતી.

 ટ્રાયલ ચાલી જતા  જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે ભોગ બનનાર ની જુબાની તેની માતા ની જુબાની અને અન્ય સાહેદો સાયન્ટિફિક એપ્રોચ થી થયેલી તપાસ અને આરોપીને તકસીરવાન ઠરાવવા દલીલ કરી હતી. ભોગ બનનારે  અદાલત સમક્ષ જુબાનીમાં જણાવેલ હતું કે આરોપી તેને ઘેનની ગોળી આપતો  ધરારથી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરતો.  સરકાર પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય  પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી, આરોપી   ટીઆરડી જવા ન હોય  વગનો  દૂર ઉપયોગ કરેલો હોય આ તમામ પુરાવા અને સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના  એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ પોકસો જજ  અલી હુસેન મોહીબુલા શેખ  આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારેલો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *