ભારત મળવા આવેલી British મહિલા પર ફ્રેન્ડ દ્વારા દુષ્કર્મ

Share:

New Delhi,તા.13
રાજધાની દિલ્હીથી એક બ્રિટિશ મહિલા પર બળાત્કારના સમાચાર આવ્યા છે. દિલ્હીના મહિપાલપુર સ્થિત એક હોટલમાં એક બ્રિટિશ મહિલા પર બળાત્કારની ફરિયાદ પોલીસને મળી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

એવું કહેવાય છે કે, આરોપીએ પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. આ મિત્રતા પછી, પીડિતા આરોપીને મળવા દિલ્હી આવી. જે બાદ આરોપી તેને હોટલમાં લઈ ગયો. વસંત કુંજ ઉત્તર પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતા ઇંગ્લેન્ડની છે. તે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે આવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કૈલાશ નામના છોકરા સાથે મિત્રતા કરી હતી. મહિલાએ કૈલાશને ફોન કરીને મળવા કહ્યું હતું. પરંતુ કૈલાશે મહારાષ્ટ્ર જવા માટે અસમર્થતા દર્શાવી અને પીડિતાને દિલ્હી આવવા કહ્યું. જે બાદ પીડિતા મંગળવારે સાંજે દિલ્હી પહોંચી હતી. તે મહિપાલપુરની એક હોટલમાં રોકાઈ રહી હતી.

પીડિતાના ફોન કરવા પર, કૈલાશ તેના એક મિત્ર વસીમ સાથે હોટલ પહોંચ્યો હતો. જ્યાં આરોપીએ દારૂના નશામાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ બુધવારે પોલીસને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે વસંત કુંજ ઉત્તર વિસ્તારમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી.

દિલ્હી પોલીસે આ બાબતની જાણ બ્રિટિશ હાઈ કમિશનને પણ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર, આરોપીની પ્રોફાઇલ ખૂબ જ શંકાસ્પદ છે. તે પીડિતા સાથે વાત કરવા માટે ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરી રહ્યો હતો. હાલમાં પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *