Golden Ghughra: એક કિલોની કિંમત રૂા.50,000: એક નંગનાં રૂા.1300

Uttar Pradesh,તા.13 ગુજરાતીનો મીઠાઈનો શોખ જાણીતો છે. મીઠા ઘુઘરા મોટાભાગે શ્રાવણનાં સાતમ-આઠમ તથા દિવાળીના તહેવારોમાં તેનુ ચલણ વિશેષ રહેતુ હોય છે. આ ઘુઘરા હવે ઉતર પ્રદેશમાં ચર્ચામાં આવ્યા છે. ગોંડામાં મિઠાઈના દુકાનદારે ગોલ્ડન ઘુઘરા પેશ કર્યા છે. તેની એક કિલોની કિંમત રૂા.50,000 છે.એક નંગ ઘુઘરા રૂા.1300 માં વેચાય છે છતાં તે ખરીદવા લોકોની ભીડ ઉમટી […]

શનિની અધધધ 274 ચંદ્ર કરે છે પરિક્રમા

Washingtonતા.13 અત્યાર સુધી ગુરૂ ગ્રહ સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ મનાતો હતો પરંતુ શનિએ હવે ગુરૂનો આ ખિતાબ છીનવી લીધો છે.ખગોળવિદોએ શનિની પરિક્રમા કરી રહેલા 128 નવા ચંદ્રની શોધ કરી છે. હવે તેની પાસે 274 ચંદ્ર થઈ ગયા છે. આંતર રાષ્ટ્રીય ખગોળીય સંઘે ચંદ્રોને ઔપચારિક રીતે માન્યતા આપી છે. કેટલાક દિવસો પહેલા મુનકિંગનું ટાઈટલ ગુરૂનું […]

Chinese Companie ઓના સકંજામાં 50 દેશોના 1 લાખ લોકો ફસાયા

Ghaziabad,તા.13 મ્યાનમારથી સુરક્ષિત ભારત પરત લાવવામાં આવેલા 514 આઈટી પ્રોફેશ્નલ્સમાંથી 65 લોકોની કેન્દ્રીય એજન્સીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર મ્યાનમારના મ્યાવાડી શહેરને ચીનની કંપનીઓએ ઠગાઈનો અડ્ડો બનાવી દીધો છે. જયાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત 50થી વધુ દેશોના લગભગ એક લાખ લોકો કંપનીઓના સકંજામાં છે. એજન્સીઓ આ ઈનપુટ પર પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી […]

યુદ્ધ વિરામ ન સ્વીકારે તો રશિયા પર વધુ આર્થિક પ્રતિબંધ :Donalad-Trumpની ધમકી

Washington,તા.13 એક બાદ એક દેશો પર પોતાનો એજન્ડા લાદી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે 30 દિવસના યુદ્ધ વિરામ માટે યુક્રેનને સંમત કર્યા બાદ પણ રશિયાએ યુદ્ધ વિરામ તેના સમયે અને શરતો એ થશે તેવી જાહેરાત કરતા જ ટ્રમ્પે હવે રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધ લાદવા ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે, યુક્રેન તરફથી તેને […]

ટ્રેડ-ટેરિફ વોરથી સમગ્ર દુનિયા પાયમાલ થશે; UN warns

New York,તા.13 અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેડ-ટેરીફ વોરથી દુનિયાભરનાં દેશોમાં હાહાકારનું ચિત્ર ઉભુ થયુ છે, ત્યારે હવે સંયુકત રાષ્ટ્ર સંઘે પણ ચેતવણી ઉચ્ચારી છે. ટ્રેડવોરથી દુનિયાનાં તમામ દેશોને સરવાળે નુકશાની જ થવાનું યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુરૂસે જાહેર કર્યું છે. તેઓએ કહ્યું કે, દુનિયા હાલ વૈશ્વિક અર્થતંત્રમાં જીવી રહી છે. તમામ દેશો એકબીજા […]

શ્રેષ્ઠ ગાયક માટે નોમિનેશન પણ ન મળતા Sonu Nigam આઈફાથી ખફા

Mumbai તા.13 સોનુ નિગમે જ્યારે ‘ભૂલ ભુલૈયા-3’ માટે ‘મેરે ઢોલના 3.0’ ગાયું ત્યારે આ ગીતને જ ફિલ્મની હાઈલાઈટ બનાવવામાં આવી હતી. આ ગીતને લાંબા સમય સુધી એક સરપ્રાઈઝ એલિમેન્ટ રખાયું હતું. આ ગીતના વખાણ પણ ખૂબ થયા હતા. પરંતુ આ ગીતને એવોર્ડ તો ઠીક પરંતુ ગાયક સોનુ નિગમને શ્રેષ્ઠ ગાયકોની યાદીમાં પણ સ્થાન ન અપાયું. […]

cheque return ના કેસોનો ભરાવો : નવી ચાર કોર્ટો શરૂ કરાશે

Ahmedabad, તા.13 અમદાવાદમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક રિટર્નના કેસોના નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને આ કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસની વધારાની ચાર નવી કોર્ટો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. નવી ચાર કોર્ટો હોળી પછી 17મી માર્ચથી ધમધમતી થઈ જશે. જો કે, ચેક રિટર્નના કેસોની નવી […]

NCERT માર્ચથી મે મહિનામાં વધુ ચાર ધોરણોનાં નવા પાઠય પુસ્તકો લાવશે

New Delhi તા.13 રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી) એ નવા સત્રમાં આવનારી પાઠય પુસ્તકનું શેડયુલ જાહેર કર્યું છે. હજુ સુધી બાલવાટિકાની સાથે સાથે કલાસ 1-2-3 અને 6 ના નવા પાઠય પુસ્તક ગત સત્રમાં જ આવી ચુકયા છે અને 2025-26 માં ચાર વધુ ધોરણના નવા પાઠય પુસ્તકો તૈયાર કરાયા છે. એનસીઈઆરટીના ડાયરેકટર પ્રોફેસર દિનેશ […]

RTE Education ના અધિકાર હેઠળ પ્રવેશ માટે કુટુંબની આવક મર્યાદા વધારી રૂા.6 લાખ કરવા તૈયારી

Ahmedabad,તા.13 દેશમાં શિક્ષણના અધિકાર હેઠળ પ્રાથમીક-ખાનગી શાળાઓએ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને માટે નિશ્ચિત કરાયેલા કવોટામાં હવે આ બેઠકો પર પ્રવેશ માટે જે તે બાળકના કુટુંબની વાર્ષિક આવક જે રૂા.1.50 લાખની મર્યાદા છે તે વધારવા રાજય સરકાર વિચારણા કરી રહી છે. રાજય સરકારના શિક્ષણ વિભાગ પાસે આ અંગે એક દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં રૂા.1.50 લાખની જે […]

Rajkot સહિત ચાર મહાનગરોમાં ‘વર્કિંગ વુમન’ માટે સાત હોસ્ટેલ બનશે

Ahmedabad, તા.13 રાજ્ય વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના રૂ.7668 કરોડના વિભાગીય બજેટ (માંગણીઓ) રજૂ કરાયું હતું. જેના ઉપર ચર્ચા હાથ ધરાયા બાદ મંત્રીના જવાબ પછી આ વિભાગનું બજેટ વિધાનસભા ગૃહમાં મંજૂર કરાયું હતું. વિધાનસભા ગૃહમાં આ વિભાગની ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની ગેરહાજરીમાં તેમના વતી રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જવાબ […]