Dwarka માં ફુલડોલ ઉત્સવનો ઉત્સાહ ચરમસીમાએ:કાલે દોલોત્સવની ઉજવણી

Dwarka, તા. 13 યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહયો છે. […]

Holi પ્રગટાવવાનું મુહૂર્ત આજે રાત્રે 11.27 : હોળાષ્ટક પૂરા

Rajkot, તા. 13 તા. 6 માર્ચથી શરૂ થયેલા 8 દિવસના હોળાષ્ટક કે જે સમયમાં ગ્રહોની શુભ દશા હોતી નથી તેથી શુભકાર્યો હાથ ધરાતા નથી તે આજે પૂર્ણ થશે પરંતુ, આ સાથે જ તા. 14ના સાંજે 6-51 વાગ્યે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થશે. હિન્દુ સૂર્ય કેલેન્ડર મૂજબ આ અંતિમ માસ ગણાય છે અને આ દિવસે મીનારક […]

Babra માં ખેડૂત વાડીએથી જમવા આવ્યાં અને ઢળી પડ્યાં

Babra. તા.13 હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધું પ્રમાણમાં યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે. ત્યારે બાબરામાં ખેડૂત વાડીએથી જમવા આવ્યાં અને અચાનક જ બેભાન થઈ ઢળી પડ્યાં હતાં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં દમ તોડતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો. હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, બાબરામાં દાનેવ […]

આજે Holikadahan:કાલે સૌરાષ્ટ્રભરમાં ઉજવાશે રંગોનું પર્વ ધુળેટી

Rajkot, તા. 13 સૌરાષ્ટ્રભરમાં આજે રાત્રે હોલિકા દહન સાથે હોલી પર્વની ધર્મમય અને પરંપરાગત ઉજવણી થશે. ગીરનાર પર અંબાજી માતાજીના મંદિરે, ચોટીલા ચામુંડા માતાજીના ધામ અને દ્વારકામાં ગોમતી નદીના કાંઠે રાત્રે 7.30 કલાકે સૌ પ્રથમ હોલી દહન બાદ સૌરાષ્ટ્રભરમાં પ્રાગટય કરવામાં આવશે જે માટે સર્વત્ર તૈયારી થઇ ગઇ છે તો આવતીકાલે સૌરાષ્ટ્રભરમાં આબાલ વૃધ્ધો રંગભર્યા […]

Stock Market ની એકધારી મંદીથી સ્યુસાઈડ હેલ્પલાઈન પર કોલ વધ્યા

Ahmedabad,તા.13 જીવન આસ્થા હેલ્પલાઈન માટે આ એક નવો અને ઓચિંતો સર્જાયેલો અનુભવ છે અને તે છે શેરબજારમાં જે રીતે મંદીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને સેન્સેકસ-નિફટી-સતત નવી નીચી સપાટીએ આવી રહ્યા છે તે માટે આ માર્કેટમાં નાણા ગુમાવનાર હવે જીવનની આશા ગુમાવીને આપઘાત કરે છે અથવા તનાવમાં આવી જાય છે. તેઓ છેલ્લા ઉપાય તરીકે […]

બે વર્ષ પ્રેમી સાથે રહી હોય તો શરીર સબંધ મહિલાની સંમતિથી થયાનું ગણાય: High Court

Ahmedabad,તા.13 ‘મહિલા પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ અન્ય પુરૂષ સાથે બે વર્ષ સુધી પત્નીની જેમ રહે અને અને તેની સાથે ગોવા ફરવા માટે પણ જાય ત્યારે આવા કિસ્સામાં પુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાની સ્પષ્ટ સંમતિ ગણાય. આ સંમતિ કોઈ હકીકતની ગેરસમજના કારણે આપી દેવામાં આવી હોવાનું પણ ઠરાવી શકાય નહીં.’ મહિલાઓ દ્વારા થતી […]

સમગ્ર South Gujarat ત્રણેક કલાક અંધારપટ્ટમાં ડૂબ્યુ

Surat, તા. 13 ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) દ્વારા સંચાલીત 400 કે.વીની 7 જેટલી ટ્રાન્સમિશન લાઇન આજે બપોરે 2.60 વાગ્યાનાં અરસામાં ટેકનીકલ ખામીનાં કારણે ટ્રીપ થતા ઉકાઈ, કાકરાપાર અને વાલીયા-માંગરોળ ખાતે આવેલા લિગ્નાઇટ પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા હતા. જેને પગલે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં 33 લાખ ગ્રાહકોને મળતો વીજપુરવઠો ખોરવાયો હતો. એજ […]

America માં મંદીનાં કારણે ભારત પર પણ તેની મોટી અસર પડશે

New Delhi,તા.13 અમેરિકાનાં શેરબજારમાં સોમવારે આવેલાં ઘટાડાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. નાસ્ડેક લગભગ 4% ઘટ્યો હતો. તે તેનાં 6 મહિનાનાં નીચલા સ્તર પર આવી ગયો છે. તે જ સમયે, એસએન્ડપી 500 ઇન્ડેક્સ તેની ફેબ્રુઆરીની ઊંચી સપાટીથી 8 ટકાથી વધુ ઘટ્યો હતો. તે તેના ઓલ-ટાઇમ હાઇથી 10 ટકાથી વધુ નીચે છે. અમેરિકી બજારમાં ઘટાડાનું મુખ્ય […]

Vegetable Prices માં તીવ્ર ઘટાડાથી હવે વ્યાજદરમાં મોટો ઘટાડો કરાશે

New Delhi, તા. 13 એસબીઆઈના અહેવાલ મુજબ, ખાદ્ય અને પીણાના ફુગાવામાં તીવ્ર ઘટાડા (માસિક ધોરણે 1.85% થી 3.84% ઘટીને) ને કારણે ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 3.6% ની 7 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ ઘટાડો શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે થયો હતો, જે 20 મહિના પછી ઘટીને નકારાત્મક 1.07 ટકા થઈ ગયો હતો. આ વખતે […]

દારૂ ભરેલી કાર પલ્ટી ગઈ: લોહીલુહાણ ચાલકને મદદ કરવાને બદલે લોકોએ ‘બોટલો’ લુંટી

Vadodaraતા.13 વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડીયા ચોકડીથી આજવા ચોકડી વચ્ચે આવેલી એલએન્ડટી નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતા રસ્તા પર બોટલો રેલાઈ હતી. કારમાં બે લોકો સવાર હતા જેમાં એક વ્યકિત ત્યાંથી નાશી છૂટ્યો હતો જ્યારે એક ઈજાગ્રસ્ત ત્યાં જ પડ્યો રહ્યો હતો. ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા. […]