Vadodara ના છાણીમાં રાત્રે ગેસ કારમાં આગ, કારચાલકનો બચાવ

Vadodara,તા.13 વડોદરાના છાણી વિસ્તારમાં ગઈ રાતે એક કારમાં અચાનક જ આગ લાગી હતી જેમાં કાર ચાલકનો બચાવ થયો હતો. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા. ઉનાળા દરમિયાન વાહનોમાં આગના બનાવો અવારનવાર બનતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે છાણીના રામા કાકા ડેરી પાસે એક કારમાંથી ધુમાડા નીકળતા તેના ચાલક બહાર નીકળી ગયો હતા અને ફાયરના સિલિન્ડરથી […]

Surat city bus માં કૌભાંડ : મુસાફરો પાસે પૈસા લઈને જુની ટીકીટ પધરાવતા કંડકટર

Surat ,તા.13  સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસમાં અનેક પ્રયાસો બાદ પણ ટિકિટ કૌભાંડ બંધ થવાનું નામ લેતું નથી. પહેલા સીટી બસના કંડકટર મુસાફરો પાસે પૈસા લઈને ટીકીટ આપતા ન હતા તેવી ફરિયાદ હતી. પરંતુ હવે તો સીટી બસના કંડકટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને જુની ટીકીટ આપતા હોવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. તેમાં પણ […]

AMC :હોળી-ધુળેટીએ રિવરફ્રન્ટ ગાર્ડન અને ધુળેટીએ અટલ બ્રિજ સાંજ સુધી બંધ

Ahmedabad,તા.13  દેશભરમાં આજે હોળીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને આવતીકાલે ધુળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ઉત્સવની ઉજવણી કરશે. એવામાં હોળી અને ધુળેટીને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલ ફૂટ ઓવરબ્રિજ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હોળી અને ધુળેટીના દિવસે લોકો રંગોથી ઉજવણી […]

હજારો વર્ષ પહેલાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ બરડા ડુંગરમાં પ્રગટાવી હતી હોળી

Porbandar,તા.13 પોરબંદરના બરડા ડુંગર પર કાનમેરા શીખર પર હોળી પ્રજવલિત થયા બાદ જ આજુબાજુના ગામડાંઓમાં હોળી પ્રજવલિત થાય છે. સૌથી પહેલાં આ હોળી પ્રજવલિત થાય છે અને સ્થાનિક લોકો દર્શન કરી આજુબાજુના ગામડાઓમાં આ સમાચાર આપે છે. એટલે ત્યારબાદ બધા ગામડાઓમાં હોળી પ્રગટે છે. અહીં હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં હોળી પ્રગટાવી હોવાની લોકવાયકા […]

ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી કરી વિકાસ કરવો કેટલે અંશે વ્યાજબી ?:Kumar Kanani

Surat,તા.13 સુરતના વરાછા વિસ્તારમાં વિવિધ કામગીરી માટે રસ્તા બંધના જાહેરનામા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવે છે આ રસ્તા બંધ હોવાના કારણે  દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં ભારે આક્રોશ તે તે જોઈને વરાછા રોડના ધારાસભ્ય પણ અકળાયા છે. તેઓએ પોલીસ કમિશનરને પત્ર લખીને પુછ્યું છે કે, ભયંકર ટ્રાફિકની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલી […]

Bhavnagar ‘પ્રેમની સજા મોત’ અન્ય જ્ઞાતિમાં પ્રેમ સંબંધ હોવાથી બાપે દિકરીની હત્યા કરી

Bhavnagar,તા.13 પાલિતાણા તાલુકાના રાણપરડા ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવતીના પિતા અને કાકાએ મળી યુવતીને મારમારી યુવતીનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધાં અંગેના ચકચારી બનાવ અંગે યુવતીના નાનાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા, પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ […]

Bhavnagar માં 170 થી વધુ સ્થળોએ કિર્તનની રમઝટ સાથે હોલિકા પ્રાગટય કરાશે

Bhavnagar,તા.13 સમયની વિસંગતતાઓ અને અવઢવ વચ્ચે આવતીકાલ તા.૧૩ માર્ચને ગુરૂવારે ગોહિલવાડમાં ઠેર-ઠેર અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાન હોળીના મહા લોકપર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. આ અવસરે ભાવનગર શહેરમાં વિવિધ ૧૭૦ થી વધુ સ્થળોએ કર્ણપ્રિય કિર્તનોની રમઝટ સાથે શુભ મુર્હૂતે હોલીકા પ્રાગટય કરાશે. ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે અનેક સ્થળોએ પરંપરાગત રીતે કમળા હોળી […]

Vallabhipur ની સરકારી હોસ્પિટલમાં એકપણ કાયમી ડોક્ટર નહીં હોવાથી દર્દીઓ પરેશાન

Vallabhipur,તા.13 ૫૨ ગામોનો તાલુકો એ વલ્લભીપુર છે અને વલ્લભીપુર શહેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ત્રણ કાયમી તબીબની જગ્યા મંજૂર કરાયેલ હોવા છતાં અલગ અલગ ડેપ્યુટેશન પર ડોક્ટરો મુકી ગાડુ ગબડાવાતું હોય તેમજ કાયમી ફાર્માસીસ્ટનો પણ અભાવ રહેતા દર્દીઓ લાચારી બોગવી રહ્યા છે જેથી આરોગ્યની સુખાકારી સુવિધા માટે લાંબા સમયથી અટકેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા લોકમાંગ ઉઠવા […]

Dakor માં ફાગણી પૂનમે રણછોડરાયની ઝાંખી કરવા જતાં પદયાત્રીકોનો માર્ગો પર ધસારો

Dakor, Nadiad,તા.13 ડાકોરના ઠાકોરના દર્શન માટે દર પૂનમે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે પરંતુ ફાગણી પૂનમે ઠાકોરજી સાથે ધૂળેટી રમવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચે છે. ત્યારે ડાકોર તરફના દરેક માર્ગો ‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ના નાદથી ગૂંજી ઉઠયા છે. તેમજ નગરમાં પાંચ પોઈન્ટ્સ પર પાંચ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પોલીસ દ્વારા કન્ટ્રોલ રૂમ […]

Rajkot સિવાય સર્વત્ર આકરી ગરમીમાં આંશિક રાહતનો અનુભવ

Rajkot,તા.13 રાજકોટને બાદ કરતા રાજયનાં મોટાભાગનાં સ્થળોએ ગરમીમાં આંશિક રાહત થઈ છે. અનેક સ્થળોએ પારો 1 થી 3 ડિગ્રી ઘટયો હતો.જો કે રાજકોટમાં કાળઝાળ ગરમી યથાવત રહી હતી.ગઈકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું. જયારે, અમદાવાદમાં 40.7, અમરેલીમાં 41 વડોદરામાં-40, ભાવનગરમાં 37.8, ભુજમાં 40.2, દમણમાં 36, ડાંગમાં 40.9, તથા ડિસામાં 40.2 ડિગ્રી દિવમાં 32.9, […]