Surat પાલિકાએ હોળી પ્રગટાવવા માટે ગાઈડલાઈન જાહેર કરી

Surat,તા.12 સુરતમાં હોળીના તહેવાર પહેલા આ વર્ષે પણ સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. સુરતના જાહેર કે સોસાયટીના રસ્તા પર માટી તથા છાણ મિશ્રિત લીંપણ કર્યા બાદ એક ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા માટે સુચના જાહેર કરવામાં આવી છે. સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટે અનેક સૂચનો શહેરીજનોને કર્યા છે અને મોટા ભાગના […]

Vadodaraમાં દારૂ ભરીને જઈ રહેલી કાર સહિત ત્રણ વાહનો અથડાયા

Vadodara,તા.12  વડોદરા શહેરના રીંગરોડ પર આવેલા એલ.એન્ડ.ટી નોલેજ સિટી નજીકથી આજે સવારે એક કાર પસાર થતી હતી. કારને ટ્રકે ટક્કર મારતા આગળ જતા બાઈક સાથે અથડાઈ હતી. બાદ પલટી ગઈ હતી. કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાથી તે રોડ પર રેલાતા લોકોએ તેની લૂંટ ચલાવી હતી. ચાલક બેહોશ હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. […]

Vadodara: હોળી પ્રગટાવવા માટે રસ્તા પર ખાડા નહીં ખોદવા કોર્પોરેશનની અપીલ

Vadodara,તા.12 આગામી દિવસોમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખી રસ્તા ને નુકસાન થાય નહીં તે રીતે હોળી પ્રગટાવતા ડામર ઓગળવાથી રોડને નુકસાન થતું રોકવા રોડ પર છાણ-માટીનું લીપણ કરી રેતી-માટી પાથરવા સલાહ કોર્પોરેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે . વડોદરા મહાનગરપાલિકાની રોડ શાખા દ્વારા જણાવ્યું છે કે, હોળી નિમિત્તે જાહેર માર્ગો પર સીધા ડામર રોડ પર […]

Vadodara:ખુલ્લી ગટરોમાં કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાતા ગ્રામજનોમાં રોષ

Vadodara,તા.12  વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલી ઔદ્યોગિક વસાહત નંદેસરીમાંથી કોઈક કંપની દ્વારા ખુલ્લી ગટરમાં કેમિકલયુક્ત છોડાતું પાણી કાળુ થઈને વહે છે. પરિણામે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતું કરે તેવી લોક માંગ છે. ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર છેવાડે ઔદ્યોગિક વસાહત નંદેસરી આવેલી છે. જ્યાં અનેક કેમિકલ કંપનીઓ […]

Vadodara નજીક સિતપૂર અને ચોકારી ગામે નર્મદા કેનાલમાં ગાબડાં પડતાં ખેતરો જળબંબાકાર

Vadodara,તા.12 વડોદરા જિલ્લામાં નર્મદા કેનાલવાના જુદા-જુદા બે બનાવો બનતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ નજીક આવેલા સિતપૂર ગામે છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં લેવાતાં ગ્રામમાં રોષની લાગણી ફેલાઈ છે. […]

Vadodara કોર્પોરેશન દ્વારા 1.5 લાખનો વેરો બાકી હોવાથી દુકાન સીલ કરી

Vadodara,તા.12  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 13 માં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં 1.5 લાખ રૂપિયાથી વધારે વેરો બાકી હોવાથી મિસ્ટર પફ દુકાનને સીલ મારી દીધું છે. જે કોમર્શિયલ મિલકતોનો વેરો બાકી હોય તેને પણ સીલ મારવામાં આવ્યા છે. અત્યાર […]

હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને Vadodara માં ફૂડ સેફટી વિભાગનું ચેકિંગ

Vadodara,તા.12 વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગ તરફથી હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને ધાણી, ચણા, મમરા, ખજૂર, હાયડા અંગે ચેકિંગ દરમિયાન કલરયુક્ત ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી અને ધુળેટીના પર્વના પગલે પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ, હાયડાનું ચેકિંગ હાથ ધર્યું છે. શહેરીજનોના […]

Vadodara નિઝામપુરામાં વરસાદી પાણીના નિકાલ માટે ભૂખી કાંસ ખુલ્લી કરવા માગ

Vadodara,તા.12  વડોદરાના છાણીથી નીકળતો વરસાદી ભૂખી કાંસ જે નિઝામપુરામાં ટ્રાન્સપોર્ટ હબ પાસે જે પુરાઈ ગયો છે તે ખુલ્લો કરવાની માંગણી સાથે આજે સાંજે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવનાર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપરાંત વિવિધ વરસાદી કાંસો ઊંડા અને પહોળા કરવાની કામગીરી હાથ ધરી […]

Vadodara ના માણેજાના બંગલામાંથી 13 લાખની ચોરી કરનાર ચોર અને સાગરીત પકડાયા

Vadodara,તા.12  વડોદરાના માણેજા વિસ્તારમાં સવા મહિના પહેલા એક બંગલામાં ચોરી કરનાર ચોર અને તેના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યા છે. માણેજાના ભક્તિ પ્લેનેટ બંગલોઝ ખાતે એક મકાનમાં ગઈ તા.4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન ચોરોએ તાળું તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના, ડોલર અને અન્ય મતા મળી કુલ 13 લાખની ચોરી કરી હતી. જે બનાવવામાં વડોદરા પોલીસની જુદી-જુદી ટીમો […]

Suratમાં પોલીસને જોઈ જુગારીઓ નદીમાં કૂદ્યા, બેના મોત

Surat,તા.12 સુરતમાં રાંદેરના કોઝવે ખાતે અવાવરૂ જગ્યાએ મંગળવારે બપોરે છ વ્યકિતઓ જુગાર રમી રહ્યા હતા. તે સમયે ત્યાં પોલીસ પહોંચતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં પોલીસથી બચવા માટે એક આધેડ અને એક પ્રૌઢ વિયરના પાણીમાં કૂદી પડતા ડૂબી જતા બંનેના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, રાંદેર ખાતે માલમવાડ સ્ટ્રીટમાં રહેતા 52 વર્ષીય […]