Indian Stock Market માં અફડાતફડી બાદ તેજી તરફી ધ્યાન…!!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

ગત સપ્તાહે બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ કોવિડ મહામારી દરમિયાન ૨૦૨૦માં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો હતો. ત્યારબાદથી સતત વૃદ્ધિ સાથે રેપો રેટ ૬.૫૦% પર સ્થિર રહ્યો હતો. નવા ગર્વનર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષથી સ્થિર રેપો રેટ ૬.૫૦% થી ઘટી ૬.૩૫% થયો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડાની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હવે ચાઈના સાથેનું ટેરિફ યુદ્વ શરૂ થઈ ગયા સામે અમેરિકાના બેસેન્ટે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો લાવવાના નિવેદન અને યુરોપના દેશોમાં જર્મનીના ફેકટરી ઓર્ડરોમાં વૃદ્વિ સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા અને સોસાયટી જનરલ તેમ જ એસ્ટ્રાઝેનેકા પ્લેક. સહિતના અપેક્ષાથી સારા કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસકે વૈશ્વિક બજારોમાં તેજીથી વિપરીત ભારતીય શેર બજારોમાં સતત નવી મોટી ખરીદીમાં સાવચેતી સામે ફોરેન ફંડો-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફરી મોટી વેચવાલી રૂ.૩૫૫૦ કરોડની કરી હતી. 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં ગીવ એન્ડ ટેકનો વ્યુહ અખત્યાર કરીને મેક્સિકો, કેનેડા પર ટેરિફ એક મહિના મોકૂફ રાખ્યા સામે ચાઈના પરની  ભીંસ ચાલુ રાખતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાગુ કરીને યુ.એસ. વિરૂધ્ધ ચાઈના વૈશ્વિક યુદ્વના મંડાણ થવાના સ્પષ્ટ સંકેત વચ્ચે એડવાન્ટેજ ભારત બની  રહેવાના પોઝિટીવ પરિબળે ભારતીય શેર બજારોમાં તોફાની તેજી આવ્યા  બાદ આરંભિક મજબૂતી બાદ તેજીને વિરામ આપવામાં આવ્યો હતો.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ માહિતી આપતાં કહ્યું કે આરબીઆઈ રેપો રેટમાં ૦.૨૫% ટકાનો ઘટાડો કરી રહી છે. એટલે કે હવે રેપો રેટ ઘટીને ૬.૫૦%થી ૬.૨૫% થઈ જશે. આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૩થી રેપો રેટને ૬.૫% પર સ્થિર રાખવામાં આવ્યો છે જેમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. છેલ્લે ૨૦૨૦માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમે ધીમે તેને વધારીને ૬.૫૦% કરી દેવાયો હતો.

ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને પગલે  બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું  હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. આ ગાળામાં રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યાર સુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી  ૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩ % તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું. આ સમયે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો કરતા વિદેશી રોકાણકારોનું ભારતીય ઈક્વિટીસમાં હોલ્ડિંગ લગભગ બમણું હતું.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૩૪૮૬.૦૨ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૦૧૭૪.૮૬ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૦૮૫૭.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૦૭,૨૫૪.૬૮ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી,જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી તેમજ ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૮૧૯.૮૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જુલાઈ ૨૦૨૪માં અંદાજીત રૂ.૫૪૦૭.૮૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૪માં અંદાજીત રૂ.૨૦૩૩૯.૨૬ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૨૬૧૧.૭૯ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧,૧૪,૪૪૫.૮૯ કરોડની વેચવાલી, નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી,જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી તેમજ ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૯૭૦૯.૦૧ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવિ દિશા…

મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્‌પે ચીન, કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં રૂપિયો ગગડ્યો છે. ડોલર સામે રૂપિયો આજે વધુ ૩૯ પૈસા તૂટી ૮૭.૪૬ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ફોરેક્સ માર્કેટમાં હલચલ વધી છે.અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થતાં રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર પણ ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે ભારત પર પણ ટેરિફનું જોખમ વધ્યું છે.ડોલર સામે રૂપિયો છેલ્લા કેટલાક દિવસોથી ગગડતાં આયાત મોંઘી થવાની શક્યતા છે.જેની સાથે વિદેશમાં હરવા-ફરવા અને અભ્યાસ મોંઘો થશે. પેટ્રોલિયમ પ્રોડક્‌ટ્‌સ અને સોનાના ભાવ વધશે. આયાત થતી કોમોડિટીના ભાવો આસમાને પહોંચતાં મોંઘવારી વધશે. દેશમાં વિદેશી રોકાણ પણ ઘટશે. રૂપિયામાં નોંધાઈ રહેલો કડાકો અટકાવવા માટે આરબીઆઇની દખલ આવશ્યક બની છે. ડોલર સામે રૂપિયો મોંઘો બનતાં વિદેશથી ડોલર મોકલવામાં ફાયદો થશે. તેમજ મેડિકલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ફાયદો થશે. નિકાસકારોની આવક વધશે. આઇટી, ફાર્મા ક્ષેત્રે ડોલરમાં કમાણી વધશે.

અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે.

બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

ફયુચર રોકાણ

(૧)HDFC AMC (૩૯૩૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૩૮૭૦  ના સપોર્ટથી ખરીદવાલાયક…!!  એસેટ મેનેજમેન્ટ કંપની સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૩૯૬૪ થી રૂા.૩૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(ર)મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૩૧૯૯) : આ સ્ટોક રૂા.૩૧૭૩ નો પ્રથમ અને રૂા.૩૧૪૦ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે ફંડામેન્ટલ આ સ્ટોક રૂા.૩૨૩૩  થી રૂા.૩૨૪૦ સુધીની તેજી તરફ રૂખ નોંધાવશે…!!

(૩) લુપિન લિમિટેડ (૨૨૧૫) : ૪૨૫ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૨૧૮૮ પ્રથમ તેમજ રૂા.૨૧૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!!  ફાર્મા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળ ટ્રેડિંગલક્ષી રૂા.૨૨૩૭ થી રૂા.૨૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે…!!

(૪)ટોરેન્ટ ફાર્મા (૩૨૬૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૩૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૩૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૩૨૦૮ થી રૂા.૩૧૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૩૭૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

(પ)હિન્દુસ્તાન યુનિલિવર (૨૩૬૭) : રૂા.૨૩૯૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂા.૨૪૦૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! ટૂંકાગાળે રૂા.૨૩૩૦ થી રૂા.૨૩૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૬) નેસલે ઇન્ડિયા (૨૨૨૮) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૨૭૩  આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૨૨૮૪  ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૨૧૮૮  થી રૂા.૨૧૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૨૨૯૦ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

(૧)પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (૩૯૩) : A/T+1 ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૩૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા. ૩૭૮ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૪૧૩ થી રૂા.૪૨૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૨)રેલ વિકાસ નિગમ (૩૯૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૭૮ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૬૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૪૦૪ થી રૂા.૪૧૪નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(૩)ઇન્ડસ ટાવર્સ (૩૪૭) : રૂા.૩૪૪ નો પ્રથમ તેમજ રૂા.૩૧૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૬૪ થી રૂા.૩૭૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

(૪)રેપ્કો હોમ ફાઇનાન્સ (૩૮૦) : હાઉસિંગ ફાઇનાન્સ કંપની સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૩૯૮ થી રૂા.૪૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૩૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

(૫)આઇઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (૩૬૩) : રૂા.૩૪૭નો પ્રથમ તેમજ રૂા.૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્માસ્યુટિકલ્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૩૭૮ થી રૂા.૩૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૬)જીઇ પાવર ઇન્ડિયા (૨૫૫) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૨૩૭ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૭૩ થી રૂા.૨૮૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

(૭)નોસિલ લિમિટેડ (૨૧૬) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૨૦૨ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૨૩૨ થી રૂા.૨૪૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

(૮)ડીસીબી બેન્ક (૧૧૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા.૧૦૩ આસપાસ રોકાણકારે રૂા.૧૨૧ થી રૂા.૧૨૫ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૯૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

(૧)કેમ્બ્રિજ ટેકનોલોજી (૭૭) : કમ્પ્યુટર્સ-સોફટવેર એન્ડ કન્સલ્ટીંગ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા. ૮૪થી રૂા.૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૭૦ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

(૨)આઇડીબીઆઇ બેન્ક (૭૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્રાઇવેટ બેન્ક સેકટરના આ સ્ટોકને રૂા.૬૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૮૩ થી રૂા.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

(૩)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૭૦) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૪ નો પ્રથમ તેમજ રૂા.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! લોજિસ્ટિકસ સોલ્યુશન પ્રોવાઇડર સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૭૭ થી રૂા.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૪)એશિયન ગ્રેનિટો (૫૬) : રૂા.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૩ થી રૂા.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

જાન્યુઆરી માસમાં કુલ જીએસટી આવક ૧૨.૩% વધીને રૂ.૧.૯૬ લાખ કરોડ રહી…!!

ઘરેલુ આર્થિક પ્રવૃત્તિઓ વધવાને કારણે જાન્યુઆરી, ૨૦૨૫માં કુલ જીએસટી આવક ૧૨.૩% વધીને ૧.૯૬ લાખ કરોડ રૂપિયા રહી છે. જીએસટી કલેક્શનમાં ઘરેલુ સ્તરે વસ્તુઓ અને સેવાઓના વેચાણથી આવક ૧૦.૪% વધીને ૧.૪૭ લાખ કરોડ રૂપિયા રહી છે. આયાત કરેલી વસ્તુઓથી ટેક્સ આવક ૧૯.૮% વધીને ૪૮,૩૮૨ કરોડ રૂપિયા રહી છે. જાન્યુઆરીમાં કુલ જીએસટી આવક ૧,૯૫,૯૦૬ કરોડ રૂપિયા રહી છે. જે વાર્ષિક ધોરણે ૧૨.૩%ની વૃદ્ધિ દર્શાવે છે.

જાન્યુઆરી,૨૦૨૫માં ૨૩,૮૫૩ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવવામાં આવ્યું છે જે ૨૪%ની વૃદ્ધિ દર્શાવે છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ જીએસટી આવક ૧.૭૨ લાખ કરોડ રૂપિયા રહી છે. જે વાર્ષિક ધોરણે ૧૦.૯%ની વૃદ્ધિ દર્શાવે છે. ટેક્સ નિષ્ણાતના જણાવ્યા અનુસાર જીએસટી કલેક્શનમાં સતત વધારો આર્થિક વૃદ્ધિમાં ઝડપ અને ઉદ્યોગોની વચ્ચે ટેક્સ અનુપાલન વધવાના સંકેત આપે છે. તેમણે જણાવ્યું હતું કે વધારે રિફંડ છતાં સંગ્રહમાં વૃદ્ધિ પ્રશંસનિય છે. આ બિઝનેસ સુગમતાની દિશામાં એક ઉત્સાહનજક પગલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં ૧૦-૨૦% ની ઉલ્લેખનિય વૃદ્ધિ જોવા મળી છે.

બીજી તરફ જીએસટી અધિકારીઓ માટે એ ચિંતાની વાત છે કે કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન,મધ્ય પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં ફક્ત પાંચથી ૯%ની વૃદ્ધિ જોવા મળી છે. સૌથી વધુ જીએસટી કલેક્શન મહારાષ્ટ્રમાં ૩૨,૩૩૫ કરોડ રૂપિયા રહ્યું છે. મહારાષ્ટ્ર પછી સૌથી વધુ જીએસટી કલેક્શન અનુક્રમે કર્ણાટક, ગુજરાત  અને તમિલનાડુમાં રહ્યું છે. ગુજરાતનું જીએસટી કલેક્શન ૧૨,૧૩૫ કરોડ રૂપિયા, કર્ણાટકનું ૧૪,૩૫૩ કરોડ રૂપિયા, તમિલનાડુનું ૧૧,૪૯૬ કરોડ રૂપિયા અને હરિયાણાનું જીએસટી કલેક્શન ૧૦,૨૮૪ કરોડ રૂપિયા રહ્યું છે.

જાન્યુઆરી માસમાં ઉત્પાદન ક્ષેત્રનો PMI ૬ મહિનાની ઊંચી સપાટીએ…!!

નિકાસ મોરચે સારી કામગીરીના ટેકા સાથે ૨૦૨૫ના પ્રારંભિક મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પર્વૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં એક વર્ષની નીચી સપાટીએ રહ્યાબાદ દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સઈન્ડેકસ (પીએમઆઈ) જાન્યુઆરીમાં વધી ૬ મહિનાની ટોચે રહ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા અને એચએસબીસી દ્વારા જારી કરાયેલો ઉત્પાદન ક્ષેત્રનો જાન્યુઆરીનો પીએમઆઈ ૫૭.૭૦ રહ્યો છે જે ડિસેમ્બરમાં ૫૬.૪૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના નિકાસ ઓર્ડર ગયા મહિને વધી ૧૪ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. સ્થાનિક સ્થળેથી પણ ઓર્ડરની માત્રા ગયા વર્ષના જુલાઈ બાદ ઊંચી જોવા મળી છે,એમ જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.ખર્ચ દબાણ ઘટયું હતું પરંતુ જોરદાર માગને કારણે વેચાણ કિંમતમાં મજબૂત વૃદ્ધિ રહી હતી. જાન્યુઆરીમાં વેપાર વિશ્વાસ પણ ઊંચકાયો હતો અને ઉપભોગતા દ્વારા ખરીદીના સ્તરમાં તથા રોજગાર નિર્માણમાં પણ વધારો જોવાય છે. સ્થાનિક સ્થળે તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથી મજબૂત માગને કારણે નવા ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.

નિકાસ ઓર્ડરમાં લગભગ છેલ્લા ૧૪ વર્ષનો શ્રેષ્ઠ વધારો જોવા મળ્યો છે. રોજગાર નિર્માણમાં પણ વિક્રમી વધારો થયો છે. રોજગારમાં વીસ વર્ષનો સૌથી વધુ વધારો જોવાયો છે.જાન્યુઆરીમાં સતત બીજા મહિને કાચા માલનો ફુગાવો નરમ પડયો હતો.માગમાં મજબૂતાઈ,પોઝિટિવ આર્થિક સ્થિતિ તથા માર્કેટિંગ પ્રયાસો વિકાસ ભાવિ માટે સાનુકૂળ વાતાવરણના સંકેત આપે છે. વેપાર આશાવાદને લઈને ઉત્પાદકો દ્વારા કાચા માલની ખરીદીમાં પણ ઝડપ જોવા મળી હતી.

બેન્કોની થાપણમાં અંદાજીત રૂ.૪૫,૦૦૦ કરોડનો વધારો થવાની આશા…!!

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ.૧૨ લાખ સુધીની વાર્ષિક આવકને વેરા મુક્ત કરી દેવાની જાહેરાત કરતાં બેન્કોમાં જમા થનારી થાપણોમાં અંદાજે રૂ.૪૫,૦૦૦ કરોડનો વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે. બેન્કોની થાપણમાં વધતા બેન્કોનું ધિરાણ વધશે અને આવકમાં ને નફામાં વધારો કરી શકશે.અત્યારે બેન્કોમાં જમા થતી થાપણોની વૃદ્ધિનો દર ૧૫ ટકાની આસપાસનો છે. બેન્કના કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં પડી રહેતી થાપણોનું પ્રમાણ ૪૦ ટકા જેટલું છે.આ ડિપોઝિટને કાસાડિપોઝિટ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તેના પર બેન્કોએ માંડ વર્ષે ત્રણ ટકા વ્યાજ ચૂકવવું પડે છે. તેથી તે લો કોસ્ટ ડિપોઝિટ ગણાય છે. લો કોસ્ટ ડિપોઝિટના વધતા બેન્કના નફાનું માર્જિન વધે છે. બીજી તરફ સાઠ વર્ષથી ઓછી વયના નાગરિકોએ બેન્કમાં મૂકેલી થાપણો પર થતી વ્યાજની ચૂકવણી રૂ.૫૦,૦૦૦થી વધુ થઈ જાય તો જ તે વ્યાજની ચૂકવણીની રકમમાંથી ટીડીએસ-કરકપાત કરવાની નવી જોગવાઈ બજેટમાં આવી છે. અગાઉ આ મર્યાદા રૂ.૪૦,૦૦૦ હતી. બીજીતરફ સિનિયર સિટીઝન માટે વાર્ષિક વ્યાજની ચૂકવણી રૂ.૫૦,૦૦૦થી વધુ થાય તો તેના પર કરકપાત કરવી પડતી હતી. ૨૦૨૫-૨૬ના બજેટમાં આ મર્યાદા વધારીને રૂ.૧ લાખ કરી દેવામાં આવી છે. રૂ.૫૦,૦૦૦ની મર્યાદા હતી ત્યારે કરકપાત થયેલા નાણાંનું રિફંડ મેળવવાની જફા કરવી પડતી હતી. રિફંડની રકમ લેવા માટે રિટર્ન ફાઈલ કરવાનો કેટલાક સિનિયર સિટીઝન્સને વધુ ખર્ચ કરવો પડતો હતો. તેથી તે સિનિયર સિટીઝન્સ બેન્કોમાં થાપણો મૂકવાનું પસંદ જ કરતાં નહોતા.

ભારતીય ઈક્વિટીમાં DIIનું હોલ્ડિંગ FIIના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં…!!

ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. આ ગાળામાં રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું  અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું.  એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી  ૧૭.૨૩ ટકા સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦ ટકા પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩ ટકા તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦ ટકા જેટલુ ઊંચુ હતું. આ સમયે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો કરતા વિદેશી રોકાણકારોનું ભારતીય ઈક્વિટીસમાં હોલ્ડિંગ લગભગ બમણું હતું એમ એક રિસર્ચ પેઢીના અહેવાલમાં જણાવાયું હતું.  ડિસેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ભારતની સેકન્ડરી બજારમાં રુપિયા ૧.૫૬ લાખ કરોડના શેર વેચ્યા હતા જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂપિયા ૫૫૫૮૦ કરોડની ઈક્વિટીસ ખરીદ કરી હતી. જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા અન્ય નાણાં સંસ્થાઓ સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂપિયા ૧.૮૬ લાખ કરોડની લેવાલી રહી હતી. બીજી બાજુ પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટી ૪૧.૦૮ ટકા રહ્યું હતું. ઊંચા મૂલ્યાંકને હિસ્સાના વેચાણને કારણે પ્રમોટરના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી ૭.૬૯ ટકા સાથે વિક્રમી સ્તરે રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *