કોર્ટ હેરનબા ઈન્ડસ્ટ્રીઝની તરફેણમા રૂા.૧.૫૨ લાખ વાર્ષિક ૧૮ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરતા એરોમાઈટ ઈન્ડસ્ટ્રીઝના માલીક કોર્ટમા દાદ માંગી તી
Rajkot,
રાજકોટની એરોમાઈટ એચો કેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક સામે મહારાષ્ટ્રની હેરનબા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ રાજકોટની કોર્ટમાં નાણા વસૂલવાની દિવાની દરખાસ્તના કામે મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ થયાના તબક્કે દરખાસ્ત રાજકોટ કોર્ટમાંથી લોધીકા કોર્ટમાં ટ્રાન્સફરની આપેલી અરજી રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ, એરોમાઈટ એગ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક હીરેન પટેલે હેરનબા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની પાસેથી રૂા.૧.૫૨ લાખનો માલ મંગાવેલો તે રકમની માંગણી કરવા છતાં રકમ ચૂકવતા ન હતા. આથી હેરનબા ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની દ્વારા મુંબઈની કોર્ટમાં સ્પે. દિ. કેસ દાખલ કરેલો, જે કેસ ચાલી જતા મુંબઈ કોર્ટ દ્વારા હેરનબા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીને રકમ રૂા.૧.૫૨ લાખ તા.૫/ ૧/ ૨૦૨૩થી વાર્ષિક ૧૮ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો એરોમાઈટ એગ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક હીરેન પટેલને હુકમ કર્યો હતો. બાદ હેરનબા કંપની દ્વારા કાયદા મુજબ હાલની નાણા વસુલાતની દરખાસ્ત રાજકોટની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી, દરખાસ્તના કામે એરોમાઈટ એગ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક હીરેન પટેલે કરેલી દરખાસ્ત રદ કરવાની અરજી સિવિલ કોર્ટે નામંજુર કરી અને એરોમાઈટ એગ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક હીરેન પટેલની સામે મિલ્કત જપ્તીના વોરંટની બજવણી કરતા એરોમાઈટ એગ્રોકેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક હીરેન પટેલે સમૃધ્ધીભવન, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટમાંથી વ્યવસાય બંધ કરી મેટોડા મુકામે વ્યવસાય કરવા જતા રહેલા અને મેટોડાનું સરનામે રજુ કરી વોરંટની બજવણી મેટોડા મુકામે કરાવી હતી. હીરેન પટેલનું લોધીકાનું સરનામું રેકર્ડ ઉપર આવેલ હોય જેથી દરખાસ્ત લોધીકા મુકામે ટ્રાન્સફર કરવાની અરજી આપેલી હતી. તે અરજીના વિગતવાર વાંધા હેરનબા ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના એડવોકેટ દ્વારા આપવામાં આવેલા, જે ધ્યાને લઈ 13મા એડિશનલ સિનિયર સિવિલ જજ જે.એમ. સોલંકીએ એરોમાઈટ એચોકેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક હીરેન પટેલની દરખાસ્ત ટ્રાન્સફરની કરવાની અરજી નામંજુર કરી છે. આ કામમાં મૂળ દરખાસ્ત કરનાર વતી ધારાશાસ્ત્રી કિશન એમ. જોષી, ધર્મેન્દ્ર એમ. જરીયા, મયંક હર્ષ તથા સહાયક તરીકે ગૌરવ જરીયા રોકાયા હતા.