Mumbai,તા.06
છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શેરબજારમાં આજે (6 ઓગસ્ટે) જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડમાં નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,092.68 પોઇન્ટના જંગી વધારા સાથે 79,852.08 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 327 પોઇન્ટના વધારા સાથે 24,382.60 પર મજબૂત ટ્રેડ કરી રહ્યો છે.
સેનસેક્સ અને નિફ્ટી ગ્રીન સીગ્રનલમાં ખુલ્યા
અમેરિકામાં મંદીના ડર વચ્ચે છેલ્લા સત્ર દરમિયાન વિશ્વભરના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જો કે આજે એશિયાઈ બજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં આજે (6 ઓગસ્ટ) સેન્સેક્સ 222.57 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 78,981.97 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી પણ 134.25 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 24,189.85 ગ્રીન સીગ્નલ પર ખુલ્યો છે.
આજે માર્કેટમાં જોરદાર તેજી
આજે માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,092.68 પોઇન્ટના જંગી વધારા સાથે 79,852.08 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 327 પોઇન્ટના વધારા સાથે 24,382.60 પર મજબૂત ટ્રેડ કરી રહ્યો છે. અગાઉ ગ્લોબલ સ્ટોક માર્કેટ ક્રેશ બાદ જોરદાર વેચવાલી પછી એશિયન શેરોમાં તીવ્ર રિકવરી આવી છે, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. સેન્સેક્સના તમામ 30 શેરો ગ્રીન સીગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેન્કિંગ, ઓટો, આઈટી અને મેટલ સેક્ટરના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો છે. આ સાથે મિડલ અને સ્મોલ કેપ શેર્સમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.