America,તા.10
અમેરિકાની કંપની રેડિયન એરોસ્પેસ એક ‘સ્પેસ પ્લેન’નુ નિર્માણ કરી રહી છે.રોકેટ પાવરવાળા આ વિમાનને ‘રેડિયન વન’નામ આપવામાં આવ્યું છે. જે લગભગ 29 હજાર કિલોમીટર દર કલાકની ઝડપ ઉડાન ભરે તો માત્ર 95 મિનિટમાં પૃથ્વીનું ચકકર લગાવશે.
આ વિમાન માત્ર વૈજ્ઞાનિક અને વ્યાવસાયિક ઉદેશો સુધી સીમિત નહિં રહે.બલકે ભવિષ્યમાં સ્પેસ ટુરીઝમ અને સુપરફાસ્ટ આંતર રાષ્ટ્રીય યાત્રાનું નવુ માધ્યમ બની શકે છે તેમાં પાંચ લોકો યાત્રા કરી શકે છે.