૧૯ ફેબ્રુઆરી – દેશભક્ત,રાષ્ટ્રદ્રષ્ટા શ્રી ગુરુજીનો જન્મદિન

Share:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વિતીય સર સંઘચાલક શ્રી ગુરુજી ,પરમ પૂજ્ય માધવરાવ સદાશીવરાવ ઞોળવલકર જન્મદિવસની શ્રદ્ધા સુમન

વિશ્વમાં હિન્દુઓનો જય જય કાર કરવામાં સ્વામી વિવેકાનંદ પ્રથમ હતા. ભારતમાં ક્રાંતીકારી ચીનગારી શરૂ કરવામાં ગાધીજી પ્રથમ હતા? તેમજ અસંગઠિત હિન્દુ સમાજ સંગઠીત કરવામાં પ્રથમ ડૉ. હેડગેવાર હતા, જે સંગઠન-કુશળતા-શિસ્ત ને આજે પણ વિશ્વમાં લોકો પ્રણામ કરે છે. સ્વામી વિવેકાનંદનો વિચાર હતો દેશ માટે ૧૦ થી ૧૫ યુવાનો આવો તો દેશની શકલ બદલાવી નાખુ. જે વિચાર ડૉ. હેડગેવારજીએ ઉપાડી લીધો અને આ
અસંગઠીત હિંદુસમાજને સંગઠિત કરવામાં “તુ મૈ એક હી રકતની ભાવના” ના વિચાર આપી આવો યુવાનો આ સંગઠનમાં જોડાય અને રામકૃષ્ણદેવના શિષ્ય અને વિવેકાનંદના ગુરૂભાઈ સ્વામી અખંડાનંદ પાસે દીક્ષા લેનાર શ્રી ગુરૂને સ્વામી અખંડાનંદજીએ તેમના અંતિમ સમયે ગુરૂજીને દુર્બલ સમાજની સેવામાં લાગી જવાનો આદેશ આપ્યો તે ગુરૂજી કે જે “વિવેકાનંદજીના વિચાર, *ડૉ. હેડગેવારજીનું હદય એટલે ગુરૂજી”*કે જે સ્વામી વિવેકાનંદ વસુધૈવ કુટમ્બકમ અને વિશ્વ બંધુત્વ, નો સંદેશ ”ગર્વ સે કહો હમ હિન્દુ હૈ” નું સુત્ર આપી સમગ્ર વિશ્વમાં હિન્દુત્વનો પાયો મજબુત કરનાર અને શિકાગો સંમેલનમાં દુનિયાના ભાઈઓ અને બહેનોના સંબોધનથી દુનિયાના લોકોનું હિન્દુતવના સંસ્કારના દર્શન કરાવનાર તેજ રીતે પુરા ભારતમાં હિન્દુના ધર્મગુરૂ, તમામ ફીરકાને એક મંચ ઉપર લાવી આખા ભારતને હિન્દુત્વની એકતાના દર્શન કરાવનાર અને ” હિન્દુ: પતિતો ભવેત” અને ”મે નહી તું – હું નહી ફકત તુ” અને ”રાષ્ટ્રાય સ્વાહા ઈદ ન મમ” ને જીવન મંત્ર બનવાની શીખ આપનાર એટલે ગુરૂજી.

ગુરૂજી એટલે કોણ ?

માધવરાવ સદાશિવરાવ ગોળવલકર જન્મ સવંત ૧૮રછ ની મહાવદ ૧૧ – (૧૯ ફેબ્રુઆરી) ના દિવસે જન્મ થયેલ હતો. માતાનું નામ લક્ષ્મીબાઈ, પિતાનું નામ સદાશિવરાવ, બાળપણ માં લાડકુ નામ મધું. તેમને આઠ સંતાનો અકાળે મૃત્યુ પામ્યા. પુત્રનાં લક્ષણ પારણામાંથી, “મોરનાં ઈડાને ચીતરવા ન પડે” કહેવત અનુસાર એક સામાન્‍ય પરિવારમાં જન્મેલા શિક્ષક પિતાનાં એક માત્ર પુત્ર હતા. આર્થિક દ્રષ્ટિથી જે મધ્યમ વર્ગ કહી શકાય એવા પરિવારનાં હતા. પિતા અયાપક હોવાથી નોકરીનાં અર્થે હિન્દી ભાષી પ્રદેશોમાં જતા. ઘરમાં માતૃભાષા મરાઠી, હિન્દી અને અંગ્રેજી માં પણ પ્રવિણ થઈ ગયા. નાનપણમાં સાત્વીક, ધર્મપરાયણ સંસ્કારો, તીવ્ર બુઘ્ધીમતા, સ્મરણશક્તિ, ગીતા-રામાયણ-બાઈબલ નો સંપૂર્ણ અભ્યાસ આમ નાનપણથી જ પોતાની બુધ્ધી પ્રતિમાની જલક દેખાડી હતી.
ઈન્ટરમીડીયેડ ઉર્તીણ અંગ્રેજી વિષયમાં પ્રથમ પારિતોષીક મેળવી દેશનાં પ્રખ્યાત કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં લોકપ્રિય થયા હતા. ગ્રંથાલયમાં એકય એવું પુસ્તક નહી હોય કે જે મધુએ નહીં વાંચેલ હોય. ગ્રંથાલયમાં એકવાર વાંચતા વાચતા ડંખ માર્યો હતો ત્યાં ચીરો પાડી પોટેશીયમ પરમેનેન્ટ પાણીમાં પગ બોળી વાંચવા માંડ્યા. મધુ નો જવાબ હતો વીછી તો પગે કરડયો છે માથે નહી. બી.એસ.સી., એમ.એસ.સી. પાસ થયા પછી પિતાજી નિવૃત થયા. આમ ત્યારથી ઘરની જવાબદારીને લીધે કાશી વિશ્વ વિદ્યાલયમાં પ્રાધ્યાપકની નોકરી મેળવી. વિદ્યાર્થીઓના પ્રિય થઈ ગયા. આમ વિદ્યાર્થીઓ ગુરૂજી કહેતા. આમ આજે વિશ્વમાં ગુરૂજી તરીકે પ્રખ્યાત થઈ ગયા અને ત્યારથી જ સંઘના સંપર્કમાં આવ્યા. ગુરૂજીનાં માતાપિતાની ઈચ્છા હતી કે મધુ લગ્ન કરે . વંશ ખંડીત ન થાય તેની ચીંતા હતી. પરંતુ ગુરૂજી નોખી માટીનાં નીકળ્યા. વંશ કરતાં સમાજ ની ચીંતા વધારે હતી.

આમ ૧૯૩૪ માં
આર.એસ.એસ. ની પ્રથમ જવાબદારી સ્વીકારી. ત્યારબાદ અભ્યાસ ચાલુ રાખી એલ.એલ.બી. ઉર્તીણ થયા. ત્યારબાદ રામકૃષ્ણ મઠનાં અઘ્યક્ષ શ્રી અખંડાનંદ (સ્વામી વિવેકાનંદનાં ગુરૂબંધુ શ્રી રામકૃષ્ણ પરમહંસ કે જે ગણ્યાગાઠયા યુવાનોને કઠોર તપસ્યા દ્વારા જીવન કાર્યને કર્તવ્યબોધ કરાવ્યો તેમાંનાં.) નાં સાનિધ્યમાં દિક્ષા ગ્રહણ કરી આમ સમાજનાં કામમાં પોતાનો પૂર્ણ સમય આપતાં સ્વામી અખંડાનંદજીનું મહાનિર્વાણ થતાં ત્યારે ડો.સાહેબનાં સંપર્કમાં આવ્યા. આમ ગુરૂજી ડોક્ટરજી ને મળી સંપૂર્ણપણે સંઘમય થયી સમાજસેવા અને રાષ્ટ્રસેવાનાં કામે લાગી ગયા. જેમ સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ મળ્યા “આ જીવતરમાં સમાજ માટે શું કરવું ? ત્યારબાદ સ્વામી વિવેકાનંદજી વિશ્વમાં હિન્દુ શકિતનો જેમ કરંટ આપ્યો તેમ ગુરૂજીને ડોકટર સાહેબ
મળ્યા.” આમ ગુરૂજી પોતાની અનેકભાષાનું પ્રભુત્વ બધા ધર્મનો અભ્યાસ, એન્જીનીયરીગનું જ્ઞાન, શિલ્પકાર ની સુઝ અને આ આર્ષ દ્રષ્ટાથી શ્રી ગુરૂજીને ડોકટર સાહેબ સરકાર્યવાહ જવાબદારી આપી અને પોતે આગળકામ કરતા ગયા ડોકટર સાહેબના અવસાનથી

૧૯૪૦ થી ડો. સાહેબની જગ્યાએ સરસસંઘચાલકની જવાબદારી સંભાળી. આમ ૧૯૪૦ થી ૧૯૭૩ સુધી નિરંતર જવાબદારી ત્તિભાવી. ૩૪ વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં પ્રતિવર્ષ સંપૂર્ણ દેશમાં બે વાર પ્રવાસ, સ્વ હસ્તે હજારો પત્રો, વ્યક્તિ સંપર્કો દ્વારા સંઘની અવિરત વિકાસમાં સંપૂર્ણ સમય આપી સરદાર પટેલ/મહાત્માં ગાંધી મહારાજા હરિશસિંહ, નહેરુજી વગેરેની મુલાકાતો દ્વારા પોતાનો અને સંઘનો પરિચય કરાવ્યો. અને પુરા ભારતમાં અભુતપૂર્વ પ્રવાસ દવારા પોતાની શકિતનું દર્શન કરાવ્યું. ત્યારબાદ ભારતનાં બહુજ મહત્વના પ્રશ્નો, ભારતના વિભાજન વખતે, કાશ્મીર ભારતમાં સમાવેશ થયુ, પાકિસ્તાનનું ભારત પ૨ આકમણ, ભારતનાં લાખો હિન્દુ જે અમાનુષી અત્યાચાર થયા લાખો કપાઈ ગયા. તેમની માલમિલક્ત છોડી પહેર્યા કપડે ભારત આવ્યા ત્યારે સંઘના સ્વયંસેવકોએ અભૂતપૂર્વ કાર્ય ગુરૂજીનાં માર્ગદર્શ સાથે કરેલ જેની ઈતિહાસે નોંધ લીધી છે. આમ આત્મરક્ષા માટેનાં બલિદાનોનો અભૂતપૂર્વ ઈતિહાસ રચાયો.

મહાત્મા ગાંધીની હત્યા, સંઘ ઉપર પ્રતિબંધ, ગુરૂજી ધરપકડ, સંધના લાખો સ્વયંસેવકોની ધરપકડ ત્યારે કોંગ્રેસે સંઘને કચડી નાખવા, કોંગ્રેસમાં વિલીન થઈ જાય તેવા તમામ પ્રયત્ન કર્યા. જેલમાંથી ગુરૂજીનું માર્ગદર્શન, તમામ સ્વયંસેવકો એક જ વાત ”શાંત રહો સામે હિન્દુ બંધુઓ જ છે. લેશમાત્ર પ્રતિકાર ન કરો. પ્રેમયુકત વ્યવહાર જ રાખો”. આમ સ્વયંસેવકો, સત્યાગ્રહ, જેલો ભરો આંદોલન અને કાર્યકર્તાઓ દ્રારા લોકોનો સારો પ્રતિભાવ સાથે રહયો. સદરાર પટેલ, જવાહરલાલ નહેર, વ્યંકટરામ શાસ્ત્રી, મોલીસચંદ્ર શર્મા મઘ્યસ્થી થઈ પ્રતિબંધ ઉઠયો. કોઈપણ જાતની શરત વિનાં સંઘ પરથી પ્રતિબંધ દૂર થયો. પાછુ સંઘનું કામ શરૂ થયુ અને ગુરૂજીએ અભૂતપૂર્વ પૂરા ભારતમાં પ્રવાસ શરૂ કર્યો.લાખોની જનમેદની આવવા લાગી ને જેની
બી.બી.સી. એ નોંધ લેવી પડી. આમ સંઘનાં કામો નું કાર્ય શરૂ થયું.

ત્યારબાદ સંઘની શકિત શું છે? અને ગુરુજીએ સંગઠનમાં દરેક દૃષ્ટિવાળા લોકો સંગઠનમાં જોડાય અને દેશના કામમાં જોડાય તે માટે સંઘનું એક અભુતપૂર્વ દ્રષ્ટિ દ્વારા જનસંઘ, ભારતનું મજદૂર સંઘ, ભારતિય વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારતિય કિશાન સંઘ, અખિલ ભારતિય ગ્રાહક પંચાયત વગેરે પરિવાર ક્ષેત્રની સ્થાપનાં કરી. પૂરા હિન્દુસ્તાનમાં ડંકો વગાડવો અને
હિન્દુઓ એક થઈ શકે છે તે પ્રસ્થાપીત થઈ શકે છે.

આમ સમાજ જીવનનાં દરેક ક્ષેત્રમાં સંઘનો વ્યાપ અને પ્રભાવ વિસ્તાર્યો. દેશમાં સતત પરિભ્રમણ અને સમાજનાં અનેક પ્રભાવી લોકોનાં સંપર્કથી સંઘને એક તવી ઉચાઈ મળી. દેશનાં અગત્યનાં આંદોલન ગૌ હત્યા વિરોધી, સ્વતંત્રતાં સંગ્રામ, સ્વયંસેવક ની દ્રષ્ટિ, પાકિસ્તાન સાથે યુધ્ધમાં સ્વયંસેવકોનું યોગદાન, બંગલાદેશ વિભાજન વખતે સેનાને સહકાર, ઉપરોક્ત તમામ પ્રસંગો સ્વયંસેવકોનો વ્યવહાર, દેશ પ્રેમ કેવો હોવો જોઈએ આમ, ઉપરોકત આંદોલનમાં સુપર નેતૃત્વ કરી સંઘની શકિતનો પૂરા ભારતમાં પરિચય આપ્યો અને સંઘના સ્વયંસેવકોને સંસ્કાર ઘડવા માટે ”રોજ શાખામાં જવું” એવો આદર્શ આપ્યો હતો.

સંઘનાં સ્વયંસેવકો “અસ્પૃશ્યતા એ સવર્ણોનાં મનનો રોગ છે, સ્વદેશી, માતૃભાષા, અખંડભારત, હિન્દુ રાષ્ટ્ર, આદર્શ ભારતીય આવા વિષયો પર સંઘનાં લાખો સ્વયંસેવકો ને સુંદર માર્ગદર્શન આપી સતત ૩૩ વર્ષ સુધી સંઘનાં સરસંઘચાલક પદે રહીને સંઘરૂપી ક્ષેત્રને વિરાટ વટવૃક્ષમાં પરિવર્તિત કરી “રાષ્ટ્રાય સ્વાહા ઈદમ ન મમ” ના મંત્ર ને જીવત મંત્ર બનાવી લાખો નાં હદયમાં નવચેતના જગાવી, આમ, હેડગેવાર અને ગુરૂજી એક જ જીવનના બે અંગે રહ્યા. હેડગેવાર અનુભુતિ હતા તો ગુરૂજી તેમની જીવતી વ્યાખ્યા બની રહ્યા, જો હેડગેવાર હિન્દુધર્મી ગંગા હતા તો ગુરૂજી આ ગંગાના ભગીરથ હતા. આમ, બંનેનું મિલન રહસ્યવાદ અને બુધ્ધિવાદનું મિશ્રણ હતું. તે ગુરૂજી એ દિ. પ જૂન ૧૯૪૩ના રોજ વસમી વિદાય લીધી.

જયેશ સંઘાણી,
૯૪ર૮ર ૦૦૫૨૦

Leave a comment

Your email address will not be published. Required fields are marked *