Morbi,તા.03
રાતાવીરડા નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરના પહેલા માળેથી પડી જતા ૪૦ વર્ષીય યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ રાજસ્થાનના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કલેહાર્ટ સિરામિકમાં કામ કરતા રાજેન્દ્રકુમાર મંગલકુમાર નામના યુવાન લેબર ક્વાર્ટરના પહેલા માળેથી પડી જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે