દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કૌશલ આધારિત અભ્યાસક્રમ શરૂ કરવાની તૈયારી સમયની માંગ છે. ખરું તો એ છે કે આવા અભ્યાસક્રમ અત્યાર સુધી શરૂ કરી દેવા જોઇતા હતા, કારણ કે એક મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવી ડિગ્રીઓ આપી રહી છે, જે આજના સમયમાં કશા કામની સાબિત નથી થઈ રહી. આ જ કારણે દેશમાં ડિગ્રી ધારક યુવાઓની ફોજ તો તૈયાર થઈ રહી છે, પરંતુ તે એવા કોઈ કૌશલ નથી ધરાવતી, જેની ઉદ્યોગ-ધંધામાં માંગ છે. આ જ કારણે કારોબાર જગતના પ્રતિનિધિ એ ફરિયાદ કરતા રહે છે કે તેમને તેમની જરૂરિયાતના હિસાબે હુનરમંદ યુવાઓ નથી મળી શકતા. હવે જ્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની પહેલ પર નવા સત્રથી કૌશલ આધારિત અભ્યાસક્રમ શરૂ થવા જઈ રહ્યા છે, તો પછી એ પણ જોવું જોઇએ કે તે કારોબાર જગતની જરૂરિયાતને પૂરી કરવામાં સમર્થ બનશે કે નહીં? યોગ્ય એ રહેશે કે કૌશલ આધારિત અભ્યાસક્રમ ઉદ્યોગ વેપાર જગતના પ્રતિનિધિઓ સાથે વ્યાપક વિચાર-વિમર્શથી જ તૈયાર કરવામાં આવે. એવા અભ્યાસક્રમોની નિરંતર સમીક્ષા પણ થતી રહેવી જોઇે અને તેમાં સમયના હિસાબે બદલાવની વ્યવસ્થા પણ કરવી જોઇએ, કારણ કે આજના ટેકનિકલ યુગમાં ચીજો ઝડપથી બદલાઈ રહી છે. એ સમજવું જોઇએ કે સમય સાથે નવા પ્રકારના કૌશલની આવશ્યકતા વધતી જાય છે. આજે યુવાઓને એવા કૌશલથી સજ્જ કરવાની જરૂર છે, જેનાથી તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ડિજિટલ બેંકિંગ, ઇ-કોમર્સ વગેરે ક્ષેત્રોમાં આસાનીથી કામ મેળવી શકે.
કૌશલ વિકાસના અભ્યાસક્રમ એક તરફ જ્યાં સ્થાનિક જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવા જોઇએ, જ્યારે બીજી તરફ એ દૃષ્ટિએ પણ, કે આપણા યુવા બીજા દેશોમાં પણ આસાનીથી રોજગાર મેળવી શકે. તેનાથી જ ઉચ્ચ શિક્ષણ સંસ્થા અને વિશેષ રૂપે ડિગ્રી કોલેજ કૌશલ વિકાસના કેન્દ્ર બની શકશે. કૌશલ વિકાસ આધારિત અભ્યાસક્રમ માત્ર ઉચ્ચ સિક્ષણ સંસ્થાઓમાં જ ન ભણાવવા જોઇએ, પરંતુ તેનો સમાવેશ સ્કૂલી શિક્ષણમાં પણ કરવો જોઇએ, કારણકે એક મોટી સંખ્યામાં યુવાઓ ઇન્ટરમીડિયેટ બાદ જ રોજગારની શોધ શરૂ કરી દે છે. તેમાંથી અનેક માત્ર એટલા માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ લઈ લે છે, જેથી કોઈને કોઈ ડિગ્રી હાંસલ કરી શકે. એ કોઈથી છૂપું નથી કે મોટાભાગે તેમની ડિગ્રી તેમને રોજગાર અપાવવામાં સહાયક નથી બનતી અને આ રીતે તેમની ગણતરી ભણેલા-ગણેલા પરંતુ બેકાર યુવાઓમાં થવા લાગે છે. એ સમજવું જોઇએ કે એવા યુવાઓની વધતી સંખ્યા માટે એવા અભ્યાસક્રમ જવાબદાર છે, જેમાં કૌશલ વિકાસને પ્રાથમિકતા નથી આપવામાં આવતી. એની પણ અવગણના ન કરવી જોઇએ કે વિશેષ કૌશલવાળા કેટલાય કામ એવા છે, જેનું કોઈ વિધિવત શિક્ષણ નથી હોતું. આ સમસ્યાનું પણ નિદાન થવું જોઇએ.