છેલ્લા એક દસકાથી વધુ સમયમાં જે રીતે મોંઘવારી સતત ભારતીય પરિવારોનો પીછો કરી રહી છે તેની સીધી અસર ઘરમાં ખાધ્ય સિવાયના વધેલા ખર્ચના કારણે તેમની ભોજન થાળી પર અસર પડી છે અને લોકોનો ખાધ્ય ટેસ્ટ પણ બદલાઇ રહ્યો છે. હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં એવું તારણ આપવામાં આવ્યું છે કે ભારતીય પરિવારમાં દાળ અને અનાજનો ઉપયોગ પાંચ ટકા જેવો ઘટી ગયો છે.
તેની બચત બિન ખાધ્ય ચીજના વધેલા બજેટ માટે ફાળવવાની ફરજ પડી છે. ભારતીય પરિવારોને ખાધ્ય કરતાં બિન ખાધ્ય ખર્ચ વધુ અસર કરી રહ્યો છે. આ રીપોર્ટ મુજબ શહેરો અને ગ્રામીણ બન્ને ક્ષેત્રોમાં અનાજ અને દાળનું વેચાણ પાંચ ટકા જેવું ઘટી ગયું છે. એક તરફ લોકોની આવક વધી છે, બહેતર જીવન માટે તેઓ વધુ ખર્ચ કરી રહ્યા છે.
તેના કારણે ખાદ્ય ચીજો પરનો તેમનો ખર્ચને ઘટાડવાની ફરજ પડી છે. વાસ્તવમાં શાકહારી થાળીમાં દાળ અને અનાજ મહત્વના છે અને તેમાં પ્રોટીનની માત્રા 84 ટકા છે જે ઘટવા લાગતા તેમના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
સ્ટેટ બેંકનો રીપોર્ટ કહે છે કે 2011-12માં ખાધ્ય પરનો બજેટ જે કુલ આવકના 52.9 ટકા હતું તે ઘટીને 47.04 ટકા થઇ ગયું છે. ગ્રામીણ ક્ષેત્રમાં આ ઘટાડો વધુ છે જો કે દલીલ એવી થાય છે કે શહેરી ક્ષેત્રમાં લોકો ખાધ્યની વૈવિધ્ય પર ગયા છે. પણ બીજી ચિંતા એ છે કે 73 ટકા ભારતીય લોકોના આહારમાં પ્રોટીનની અછત જોવા મળે છે અને તે 84 ટકા જેટલી છે.
જેના કારણે તેની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે મસલ્સ બનવામાં વિલંબ થાય છે અથવા તો તેનું રીપેરીંગ યોગ્ય રીતે થતું નથી અને રક્તવાહિનીનો જે મેટાબાલીઝમનો ઉત્પાદન કરે છે તેને પણ અસર થાય છે.