આ IPL ટીમમાં મેન્ટર બની શકે છે Zaheer Khan, ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત શરૂ

Share:

New Delhi, તા.20

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને લખનૌ સુપર જાયન્ટ્સ એટલે કે એલએસજીમાં મોટી જવાબદારી મળી શકે છે. લખનૌની ફ્રેંચાઈઝી મેન્ટરની શોધમાં છે અને ઝહીર ખાનની સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જો બધું ઠીક રહ્યું તો ઝહીર ખાન એલએસજીનો મેન્ટર બની શકે છે. 2023 બાદથી જ આ પદ લખનૌ સુપર જાયન્ટ્સનું ખાલી છે. બે વર્ષ સુધી ગૌતમ ગંભીર ટીમનો મેન્ટર હતો પરંતુ 2024ની સિઝન પહેલા તેણે એલએસજીની સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને તે કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે કેકેઆરના જૂથ સાથે જોડાઈ ગયો હતો.

લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2025થી પહેલા બે મોટી ખાલી જગ્યાને ભરવાની છે. એક તો મેન્ટર અને એક બોલિંગ કોચ ટીમને જોઈએ છે કેમ કે સાઉથ આફ્રિકી દિગ્ગજ મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બની ગયો છે. દરમિયાન બોલિંગ કોચનું પદ પણ ખાલી થઈ ગયુ છે. ઝહીર ખાન અને એલએસજીની વચ્ચે વાતચીત ચાલુ છે. ઝહીર ખાન બેવડી ભૂમિકામાં લખનૌ સુપર જાયન્ટ્સની સાથે જોડાઈ શકે છે. આઈપીએલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝહીરનો ગંભીર વાળી ભૂમિકા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે અને તે એલએસજીના બોલરોને પણ પોતાની કુશળતા આપી શકે છે.

92 ટેસ્ટ, 200 વનડે, 17 ટી20 અને 100 આઈપીએલ મેચનો અનુભવ રાખનાર ઝહીર ખાનને પહેલા ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ તરીકે જોવામાં આવી રહ્યો હતો, કેમ કે ઘણા રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે હેડ કોચ ગૌતમ ગંભીરને નવા સેટઅપમાં ઝહીર બોલિંગ કોચ તરીકે મળી શકે છે. દિગ્ગજ બોલર હંમેશા યુવાન અને ઉભરતા બોલરોને સલાહ આપતાં નજર આવતો હતો. દરમિયાન દરેક તેને પસંદ કરતુ હતુ. જોકે, ત્યાં તેને સ્થાન મોર્ને મોર્કેલના કારણે મળ્યું નથી પરંતુ આઈપીએલમાં તેને મેન્ટર તરીકે જોવાની શક્યતા છે. ઝહીર ખાન લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સના સેટઅપનો ભાગ રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *