Mumbai,તા.05
સોનાક્ષી સિન્હા અને ઝહીક ઈકબાલે 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. સોનાક્ષી-ઝહીરના લગ્નને લગભગ દોઢ મહીનો થઈ ગયો છે. લગ્ન બાદ ન્યૂલીવેડ કપલ ખુશહાલ જીવન જીવી રહ્યા છે. કપલ સતત એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ઝહીરે હવે તેની લેડી લવ સાથેનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે આ વખતે ઝહીરે તેમાં સોનાક્ષીની એક ફરિયાદ પણ કરી છે.
સોનાક્ષી અને ઝહીરે એક પાર્ટી અટેન્ડ કરી હતી. પરંતુ સોનાક્ષી એટલી વધુ પંક્ચ્યુલ છે કે, તે ઝહીરને એક કલાક પહેલા જ પાર્ટીમાં લઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ઝહીર માટે તે 1 કલાક પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. પાર્ટીમાં એક કલાક વહેલા પહોંચીને ઝહીરે તેની પત્ની સોનાક્ષી સાથે મસ્તી કરવામાં સમય પસાર કર્યો હતો.
લગ્નના દોઢ મહિનામાં સોનાક્ષીની આ ટેવથી ઝહીર હેરાન
ઝહીરે લેડી લવ સાથે ચિલ કરતી વખતે ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું કે, અમે સમય પસાર કરી રહ્યા છીએ કારણ કે હંમેશાની જેમ મારી પત્નીની પંક્ચ્યુલિટીના કારણે અમે 1 કલાક વહેલા પહોંચી ગયા છીએ. પતિ ઝહીરની આ ફરિયાદ પર સોનાક્ષીએ પણ રિએક્ટ કર્યું છે. એક્ટ્રેસે લખ્યું કે, તમે મજા તો કરી ને એ પણ મારા કારણે. સોનાક્ષી અને ઝહીરના પ્રેમ અને બોન્ડે ચાહકોનું દિલ જીતી લીધું છે. બંનેને એકસાથે ખુશ જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે.