Morbi,તા.28
ટંકારા નજીક આવેલ ફેકટરીમાં શ્રમિક યુવાને ચપ્પુથી પોતાનું ગળું કાપી ત્રીજા માળેથી નીચે પડતું મૂકી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ લખધીરગઢ ગામની સીમમાં આવેલ દયાનંદ FIBC કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા અનુજ જયમલ કુશવાહ (ઉ.વ.૨૫) નામના યુવાને ફેકટરીના લેબર ક્વાર્ટરકમાં પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ચપ્પુ જેવા ધારદાર તીક્ષ્ણ સાધન વડે ગળાના ભાગે ઈજા કરી પોતાની જાતે ત્રીજા માળ જેટલી ઉંચાઈથી નીચે પડતું મુક્યું હતું જેથી યુવ્નાને માથામાં ઈજા પહોંચી હતી માથાના ભાગે હેમરેજ જેવી ઈજા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું ટંકારા પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે