પ્રેમ સબંધ પ્રેમિકાના પરિવારે સગપણ કરવાની ના પાડતા પગલું ભર્યું
Junagadh,તા.૨૬
જૂનાગઢના મેંદરડા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે યુવકે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
યુવકને જ્યાં પ્રેમ સબધ હોઈ ત્યાં સગપણ ન થતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મેંદરડામાં રહેતો મહેન્દ્ર ભીમજીભાઈ ડાભી (ઉ.વ.21) નામનો યુવક રાત્રીના ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે જઈ એસિડ પી લેતા સારવાર માટે પ્રથમ મેંદરડા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેંદરડા પોલીસને જાણ કરી હતી.
યુવક મજૂરી કામ કરે છે અને છ બહેનનો એકનો એક ભાઈ છે. યુવકને પ્રેમ સબંધ હોઈ એ યુવતીના પરિવારે સગપણની ના પાડતા તેનું લાગી આવવાથી એસિડ પીધું હતું. વધુ તપાસ મેંદરડા પોલીસે હાથ ધરી છે.