યુવતીઓએ Breast Augmentation (સ્તન વૃદ્ધિ)

Share:

મહિલાઓના  સ્તનપ્રદેશને  તેમના સૌંદર્ય  તેમ જ વ્યક્તિત્વનું  મુખ્ય  માપદંડ માનવામાં આવે છે. મોટાભાગના લોકો વિશાળ  સ્તનપ્રદેશને આકર્ષક માને છે.  આ કારણે જ નાના ઉરોજો  ધરાવતી યુવતીઓ લઘુતાગ્રંથિથી   પીડાતી  હોય છે. અત્યાર સુધી  વિશ્વભરમાં લાખો સ્ત્રીઓએ આ લઘુતાગ્રંથિ  દૂર કરવા બ્રેસ્ટ  ઓગ્મેન્ટેશન  સર્જરીનો સહારો લીધો છે. અલબત્ત,  હજારો યુવતીઓએ માત્ર વધુ આકર્ષક દેખાવા માટે પણ બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન  સર્જરી   કરાવી છે. પરંતુ કોસ્મેટિક  પ્રક્રિયા પછી તેમને ગરદન,  ખભા, વાંસામાં  દુખાવો  થવાની સમસ્યા  સતાવતી રહી છે.  અને જ્યારે આ પીડા અકળાવનારી બની રહે  ત્યારે તેમણે  બ્રેસ્ટ  રિડક્શન સર્જરી કરાવીને પોતાના ઉરોજો ફરીથી  નાના કરાવ્યાના  દાખલા પણ ઓછા નથી.  તેવી જ રીતે કુદરતી રીતે જ વિશાળ સ્તન ધરાવતી સેંકડો મહિલાઓએ પણ  બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવીને  ગરદન, કાંધ,  પીઠના દુખાવામાંથી રાહત મેળવી  છે. પરંતુ  તમને જાણીને આશ્ચર્ય  થશે કે હવે યુવતીઓ પોતાની મનગમતી  સાઈઝના  ઉરોજો  મેળવવા  બ્રેસ્ટ સર્જરી  કરાવે છે.  તેમને એ વાતની બિલકુલ  પરવા નથી  કે નાના કદનાસ્તન તેમના આકર્ષણને મોળો પાડશે.

એક  સર્વેક્ષણ  અનુસાર  વર્ષ ૨૦૨૨માં  એકલા અમેરિકામાં લગભગ  ત્રણ લાખ યુવતીઓએ  બ્રેસ્ટ  ઓગ્મેન્ટેશન  (સ્તન વૃદ્ધિ) સર્જરી કરાવી હતી. જ્યારે  આ વર્ષે તેનાથી  તદ્ન વિરોધાભાસી  કહી શકાય એવું ચલણ જોવા મળ્યું  છે.  સંબંધિત  સર્વેમાં   જાણવા મળ્યું  છે કે આ વર્ષે  ૧.૬ લાખથી પણ  વધુ મહિલાઓએ  બ્રેસ્ટ  રિડક્શન  સર્જરી કરાવી છે.  ભારતમાં  વર્ષ ૨૦૨૧માં ૧૫,૦૦૦ સ્ત્રીઓએ  અને આ વર્ષે  ૨૬,૦૦૦  મહિલાઓએ  પોતાના સ્તનનું  કદ ઘટાડવા  માટે સર્જરીનો  સહારો લીધો છે. વાસ્તવમાં  તેઓ પોતાના  સ્તનને પોતાની પસંદગી  અને કમ્ફર્ટ  મુજબનો  આકાર-કદ  આપવા માગતી હતી.

કોસ્મેટિક  સર્જનો કહે છે કે એ સમય વિતી  ગયો  જ્યારે બ્રેસ્ટ  બાબતે રમણીઓ  વર્ષોથી  માન્યતા  પ્રાપ્ત કદ-આકાર પામવા પાછળ  પડતી હતી.  અત્યાર સુધી લગભગ બધી જ  મહિલાઓ ૩૬-૨૪-૩૬ ની સાઈઝને જ પોતાના આકર્ષક  વ્યક્તિત્વનો  આઈનો માનતી હતી અને  તેને માટે તેઓ તનતોડ  મહેનત કરતી,  કોઈપણ  નુસખા અજમાવવા   તૈયાર રહેતી.  પરંતુ હવે તેને આવા ચોક્કસ  કદકાઠી  મેળવવાની  તમા નથી  રહી. તેઓ પોતાને કમ્ફર્ટેબલ  લાગે એટલા કદના  સ્તન  રાખવાની આગ્રહી બની છે. આનું  કારણ  સમજાવતાં  તેઓ  કહે છે કે  સ્તન વૃદ્ધિ  કરાવ્યા પછી પીઠ, ગરદન,  ખભામાં દુખાવો  થાય જ  છે. સાથે સાથે  બ્રાના સ્ટ્રેપને નિશાન આવી જવા, પરસેવો થવો  જેવી સમસ્યા પણ સર્જાય  છે. વિશાળ  સ્તનપ્રદેશ ધરાવતી  મહિલાઓ માટે જોગિંગ  કરવાનું,  નૃત્ય કરવાનું ચોક્કસ  પ્રકારની કસરતો  કરવાનું મુશ્કેલ બની જાય છે.  તેને કારણે તેમને આ વિસ્તારમાં  ખંજવાળ આવવાની, બળતરા  થવાની, ચેપ લાગવાની ભીતિ પણ રહે છે.  સામાન્ય કદ-આકારના ઉરોજો   ધરાવતી  સ્ત્રી જેટલા  આરામથી  તેઓ  સુઈ પણ નથી શકતી.

હોલેન્ડમાં  ૨૩૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા એક અભ્યાસમાં  જાણવા મળ્યા મુજબ પોતાના શરીરને  લઈને તેમના અસંતોષનું  કારણ  તેમના ઉરોજોનું  કદ હતું.  જ્યારે  તેમને પૂછવામાં આવ્યું  કે  જો તેમને પોતાના શરીરના  વજન, કદ, હોઠ  કે  ઉરોજોમાંથી  કોઈ  એકમાં બદલાવ  કરવાની તક આપવામાં આવે તો તેઓ કયો વિકલ્પ  પસંદ કરે.  આના જવાબમાં   સૌથી વધુ સ્ત્રીઓએ  સ્તનપ્રદેશનો વિકલ્પ  ચૂંટયો હતો.

જો કે અહીં એવો  પ્રશ્ન થવો સહજ છેકે   બ્રેસ્ટ રિડક્શન  સર્જરી શી રીતે કરવામાં આવે છે?  આના જવાબમાં   કોસ્મેટિક  સર્જનો કહે છે કે  જો કોઈ મહિલાના ઉરોજો વધારે પડતા  મોટા હોય તો બ્રેસ્ટ  રિડક્શન  સર્જરી કરવામાં આવે છે.  આ પ્રક્રિયામાં  જે તે માનુનીના  બ્રેસ્ટ  પર નિશાન  બનાવવામાં આવે છે.  ત્યાર પછી  બ્રેસ્ટમાંથી   કયા ટિશ્યૂ  દૂર કરવા અને કયા  રહેવા દેવા તે ઓપરેશન  ટેબલ પર નક્કી થાય છે.  આ  સર્જરી બે થી ત્રણ કલાક ચાલે છે.  આ પ્રક્રિયા  પીડારહિત  હોય છે.

યુવતીઓએ Breast Augmentation (સ્તન વૃદ્ધિ)

નોખી-અનોખી ધોતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *