Ahmedabad,તા.૫
અમદાવાદમાં ગત દિવસમાં એક યુવાનની જુહાપુરામાં હત્યા કરાઈ હતી. જેમાં યુવાને પ્રેમિકાનું નામની મજાક કરતાં હત્યા કરી હોવાની બાબત સામે આવી છે. અમદાવાદના જુહાપુરામાં યુવકની હત્યા થઈ અને તેની પાછળ એક કારણ જવાબદાર હતું. પ્રેમિકાના નામને લઈને મજાક કરવાની ના કહેતા છરીના ઘા ઝીંક્યા અને મૃતકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જુહાપુરામાં ગત દિવસમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં આરોપી અયાન પઠાણ પર આરોપ છે કે તેણે તેના મિત્રને ચપ્પાના ઘા મારી રહેંશી નાખ્યો છે. થોડા દિવસ પહેલા મૃતક શેઝાન કુરેશી જુહાપુરામાં પોતાની રિક્ષામાં બેઠો હતો, ત્યારે તેનો મિત્ર અયાન પઠાણ ત્યાં આવ્યો હતો અને તેની પૂર્વ પ્રેમિકા બાબતે મજાક કરી હતી. જેથી શેઝાન ઉશ્કેરાઈ ગયો હતો અને અયાનને કહ્યું હતું કે મજાક ના કરે, જેથી અયાનને પણ ગુસ્સો આવ્યો અને તેની પાસે રહેલા ચપ્પાના ૨ ઘા માર્યા હતા. જેમાં બીજો ઘા છાતીમાં વાગતા તેને સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડ્યો હતો અને ૨ દિવસની સારવાર બાદ ડોકટરે તેને મૃત જાહેર કર્યો છે. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને તપાસ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસની તપાસમાં હકીકત સામે આવી છે કે, શેઝાન રીક્ષા ચલાવી તેનું ગુજરાન ચલાવતો હતો, તો આરોપી અયાન પર ૧૫ જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી અને મૃતક પહેલી વખત ક્યાં મુલાકાત થઈ તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. આરોપી ૨ દિવસ સુધી ક્યાં છુપાયો હતો, તેને ૨ દિવસ દરમિયાન કોઈએ મદદ કરી હતી કે નહીં એ દિવસમાં હાલમાં પોલીસે તપાસ કરી રહી છે. સૂત્રો તરફથી માહિતી એ પણ મળી રહી છે કે મૃતક શેઝાનના પરિજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે, તો પોલીસે એ પણ તપાસ કરશે. હાલ પોલીસ દ્વારા અયાનને લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યાના ગુનામાં વાપરવામાં આવેલું હથિયાર કબ્જે કરવા પણ કવાયત શરુ કરી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.