Morbi માળિયાના વવાણીયા ગામે શિકાર વખતે બોલાચાલી થતા યુવાનની હત્યા કરાઈ

Share:

Morbi,તા.04

વવાણીયા ગામે શિકાર કરવા ગયેલ યુવાનનું બાઈક સ્લીપ થતા ફાયરીંગ થાત યુવાનનું મોત થયાની થીયરી ખોટી સાબિત કરી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને બે ઈસમો વિરુદ્ધ ફાયરીંગ કરી યુવાનની હત્યા કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

            મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૧૦ માં રહેતા ગુલામહુશેન અબ્દુલ પીલુડીયા (ઉ.વ.૬૨) વાળાએ આરોપી અસ્લમ ગફુર મોવર રહે વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા રહે માળિયા (મી.) એમ બે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા વસીમ પીલુડીયા અને આરોપીઓ અસ્લમ મોવર તેમજ જાવેદ જેડા ત્રણેય વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હતા ત્યારે આરોપી અસ્લમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંદુક કાઢી લોડ કરી હતી અને શિકારની રાહમાં હતા ત્યારે શિકાર આવી જતા ફરિયાદીના દીકરા વસીમને શિકાર કરવા બાબતે બંને આરોપી સાથે બોલાચાલી થઇ હતી

            જે બોલાચાલી ઉગ્ર બનતા ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખી આરોપી જાવેદે દેશી બંદુકમાંથી ભડાકો કરી ફરિયાદીના દીકરા વસીમને ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

બાઈક સ્લીપ થતા ફાયરીંગ થતા મોત થયાની થીયરી ઉભી કરી

            બનાવ મામલે પોલીસને ગુમરાહ કરવા માટે યુવાન શિકાર કરવા જતો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા બંદુકમાંથી મિસ ફાયર થતા ગોળી વાગતા યુવાનનું મોત થયાની થીયરી ઉભી કરવામાં આવી હતી જોકે માળિયા પોલીસે સઘન તપાસ ચલાવી હતી અને સ્થળ પર કરેલ તપાસને પગલે હત્યા થઇ હોવાનો ખુલાસો કર્યો હતો અને હાલ માળિયા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *