ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની જ કલાકોમાં જંગલેશ્વર ના પ્રકાશ પરમાર ની ધરપકડ કરી
Rajkot,તા.07
શહેરના કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામ નજીક ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં રહેતા રોહિતભાઈ ને છરીના ધા ઝીકી હુમલો કરવાના પ્રકાશ જીતેશ પરમાર નામના શખ્સને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ ઉઠાવી લઈ કુવાડવા રોડ પોલીસ મથક સ્ટાફને હવાલે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં રહેતા રોહિત પ્રવીણભાઈ રાઠોડ નામના નામના યુવાન ને મૂળ ચશ્તરના પારેવાડા ગામનો વતન અને હાલ જંગલેશ્વરમાં રહેતો પ્રકાશ જીતેશ પરમાર નામના શકશે ફરી વડે હુમલો કર્યા અંગેની ગવાયેલા રોહિતભાઈ ના ભાઈ ઋત્વિક ભાઈ રાઠોડ એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કરો રોહિતભાઈ અને પ્રકાશ પરમાર બંને કોઠારીયા મેન રોડ પર આવેલા દેવ ઉપર દેવપરાથી માલ્યાસણ જતા હતા ત્યારે કોઈ કારણસર પ્રકાશે રોહિત ને છરી વડે હુમલો કર્યાનું કવાયેલા રોહિતભાઈ ના મિત્ર રણજીતભાઈ વાળાએ જણાવ્યું હતું. કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ બનાવ માં ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માલ્યાસણ ગામે હત્યાની કોશિશ ના ગુનામાં નાસ્તો કરતો પ્રકાશ જીતેશ પરમાર નામના ઝડપી લઇ કુવાડવા રોડ પોલીસ મથકના હવાલે કર્યો છે