Morbi,તા.18
શહેરના લાતીપ્લોટમાં આવેલ કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય યુવાનને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ યુપીના વતની અને હાલ લાતીપ્લોટ શેરી નં ૦૨ માં આવેલ જે કે કલોક પાર્ટ્સમાં રહીને કામ કરતા વિકાસ રામમિલન સરોજ (ઉ.વ.૨૯) નામના યુવાનને ગત રાત્રીના છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ગભરામણ થતા બેભાન થયો હતો જેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે