Morbi,તા.26
વાંકડા-ખરેડા ગામના રોડ પરથી શ્રમિક યુવાન સાયકલ લઈને જતો હતો ત્યારે કોઈ કારણોસર સાયકલ સહીત પડી જતા ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકડા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા પ્રકાશ સરદારભાઈ બામણીયા (ઉ.વ.૨૧) નામના યુવાન ગત તા. ૩૦ જાન્યુઆરીના રોજ વાંકડાથી ખરેડા ગામ જવાના રસ્તે સાયકલ લઈને જતા હતા ત્યારે રાજબાઈ તળાવ પાસે કોઈ કારણોસર સાયકલ સહીત નીચે રોડ પર પડી જતા પગે અને શરીરે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે