Jamnagar તા ૧૫
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીય ખીજડિયા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મુકેશ વાલજીભાઈ પરમાર નામના ૨૬ વર્ષના શ્રમિક યુવાને પોતાના ઉપર એરગન વડે હુમલો કરી પડખામાં ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ ઢીકાપાટુનો માર મારવા અંગે ખરેડી ગામના વાડી માલિક વશરામભાઈ બથવાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીને આજથી બે મહિના પહેલા બોલાચાલી થઈ હતી, અને વાડી માલિકે શ્રમિક ને પોતાની વાડીમાં આવવા માટે મનાઈ ફરમાવી હતી.
પરંતુ ગઈકાલે અન્ય વ્યક્તિ સાથે કામ સબબ ફરિયાદી યુવાન વશરામભાઈ ની વાડીએ જતાં તેના ઉપર ઉશ્કેરાટમાં આવી જઈ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.