Yogi એ કેન્દ્રનો ‘પાવર’ પોતાની પાસે રાખ્યો: DGPની નિયુક્તિના નિયમો બદલાયા,Akhilesh Yadav માર્યો ટોણો

Share:

Uttar Pradesh,તા.05

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ની પસંદગી અંગે કેબિનેટના નિર્ણય પર નિશાન સાધ્યું છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘જે લોકો જાતે વ્યવસ્થા કરી રહ્યા છે તેઓ બે વર્ષ સુધી રહેશે કે નહીં.’ ઉત્તર પ્રદેશ સરકારે પોતાના સ્તરેથી ડીજીપીની પસંદગીનો રસ્તો સાફ કરી દીધો છે. 

ડીજીપીની પસંદગી કરવા માટે છ સભ્યોની સમિતિની રચના કરાશે

ડીજીપીની પસંદગી કરવા માટે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં મુખ્ય સચિવ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના સભ્ય, ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અથવા તેમના વતી નામાંકિત અધિકારી ઉપરાંત અધિક મુખ્ય સચિવ અથવા મુખ્ય સચિવ ગૃહ અને પૂર્વ ડીજીપીનો સમાવેશ થશે.

અખિલેશ યાદવે ‘X’ પર લખ્યું, ‘મેં સાંભળ્યું છે કે એક વરિષ્ઠ અધિકારીને કાયમી પદ આપવા અને તેનો કાર્યકાળ 2 વર્ષ વધારવાની સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. સવાલ એ છે કે જેઓએ પોતે સિસ્ટમ બનાવી છે તે બે વર્ષ સુધી રહેશે કે નહીં. શું આ દિલ્હીના હાથમાંથી લગામ લેવાનો પ્રયાસ છે?’

કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં સોમવારે (ચોથી નવેમ્બર) કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ડીજીપીની પસંદગી અને નિમણૂક નિયમો 2024 સંબંધિત મહત્ત્વના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી.

યુપીમાં ડીજીપીની નિમણૂક કરવામાં આવી નથી

ઉત્તર પ્રદેશમાં લગભગ 3 વર્ષથી કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી નથી. નવા નિયમો બનાવ્યા બાદ હવે સરકારને ડીજીપીની કાયમી નિમણૂક માટે યુપીએસસીની મંજૂરીની જરૂર નહીં પડે. ડીજીપીની નિમણૂક અંગે 2006માં થયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોલીસ તંત્રને તમામ દબાણોમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર કાયદા દ્વારા નવી સિસ્ટમ બનાવશે તેવી અપેક્ષા રાખી હતી. જે બાદ પંજાબ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સરકારોએ ડીજીપીની નિમણૂકને લઈને નિયમો બનાવ્યા છે.

ડીજીપીની નિમણૂક માટે નવા નિયમો બનાવનાર ઉત્તર પ્રદેશ ચોથું રાજ્ય બન્યું છે. નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે ડીજીપીની નિમણૂક વધુ સારા સર્વિસ રેકોર્ડ અને સંબંધિત IPS અધિકારીના અનુભવના આધારે કરવામાં આવશે. ડીજીપીની નિમણૂક માટે માત્ર એવા અધિકારીઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે, જેમનો કાર્યકાળ ઓછામાં ઓછો છ મહિના બાકી હોય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *