Yashasvi સેહવાગને પાછળ છોડીને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ત્રીજો ભારતીય બન્યો

Share:

Mumbai,તા.૩૧

ભારતીય ટીમને સોમવારે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં ૧૮૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યશસ્વીએ આ ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં યશસ્વીએ ૮૨ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં પણ તે પોતાનો જાદુ ફેલાવવામાં સફળ રહ્યો હતો.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભલે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૧-૨થી પાછળ રહી ગઈ હોય, પરંતુ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. યશસ્વીના બેટએ આ વર્ષે ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તેણે કુલ ૧૪૭૮ રન બનાવ્યા હતા. આ રીતે તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ત્રીજો ભારતીય બેટ્‌સમેન બની ગયો છે.

ભારતીય ટીમને સોમવારે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં ૧૮૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યશસ્વીએ આ ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં યશસ્વીએ ૮૨ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં પણ તે પોતાનો જાદુ ફેલાવવામાં સફળ રહ્યો હતો. યશસ્વીએ તેની ટેસ્ટ કારકિર્દીની ૧૦મી અડધી સદી ફટકારી હતી. આટલું જ નહીં, યશસ્વીએ ઋષભ પંત સાથે ૮૮ રનની ભાગીદારી કરી હતી, પરંતુ આ ભાગીદારી તૂટ્યા બાદ ભારતીય દાવ ખોરવાઈ ગયો હતો અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

યશસ્વીની શાનદાર ઇનિંગ્સનો પેટ કમિન્સ દ્વારા અંત આવ્યો હતો, પરંતુ તેના આઉટ થવાથી વિવાદ ઉભો થયો હતો. યશસ્વી ૮૪ રન બનાવીને આઉટ થયો હતો.પોતાની શાનદાર ઇનિંગ્સના આધારે યશસ્વી ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની ક્લબમાં સામેલ થઈ ગયો છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેનનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે જેણે ૨૦૧૦માં ૧૫૬૨ રન બનાવ્યા હતા. જ્યારે ગાવસ્કરે ૧૯૭૯માં ૧૫૫૫ રન બનાવ્યા હતા. હવે યશસ્વી આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે, જેણે આ વર્ષે ટેસ્ટમાં ૧૪૭૮ રન બનાવ્યા છે. ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગે ૨૦૦૮માં ૧૪૬૨ અને ૨૦૧૦માં ૧૪૨૨ રન બનાવ્યા હતા.

યશસ્વી સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્‌સમેનોની વિશેષ યાદીમાં સામેલ થયો હતો. યશસ્વી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ૫૦  રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બન્યો છે. યશસ્વીએ એમસીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ૮૨ રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં ૮૪ રનમાં આઉટ થયો હતો. યશસ્વી પહેલા, મન્સૂર અલી ખાન પટૌડી, જીઆર વિશ્વનાથ, સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ પણ એમસીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ૫૦  સ્કોર બનાવ્યા છે. પટૌડીએ ૧૯૬૭માં આ મેદાન પર ૭૫ અને ૮૫ રન બનાવ્યા હતા, જ્યારે જીઆર વિશ્વનાથે ૧૯૭૭માં ૫૯ અને ૫૪ રન બનાવ્યા હતા. સચિને ૧૯૯૯માં એમસીજી ટેસ્ટમાં ૧૧૬ અને ૫૨ રન બનાવ્યા હતા. તે જ સમયે કોહલીએ ૨૦૧૪માં આ જ મેદાન પર ૧૬૯ અને ૫૪ રનની ઇનિંગ્સ રમી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *