Mumbai.તા.17
પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાય થયા બાદ ભારતની સ્ટાર રેસલર સ્વદેશ પરત ફરી છે. તે આજે સવારે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર પહોંચી હતી ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન એરપોર્ટ પર તેના સ્વાગતમાં પહેલવાન બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્યા હતા. બજરંગ અને સાક્ષીને મળીને વિનેશ ઈમોશનલ થઈ ગઈ હતી.
બજરંગ અને સાક્ષીને મળીને વિનેશ પોતાના આંસુઓને ન રોકી શકી અને ખૂબ રડી. સાક્ષી મલિકે વિનેશના સ્વાગત પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વિનેશે દેશ માટે જે કર્યું છે તે ખૂબ જ ઓછા લોકો કરી શકે છે. તેને હજુ વધારે સમ્માન અને પ્રશંસા મળવી જોઈએ. તેણે મેડલ માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો.
બીજી તરફ વિનેશની વાપસીનો એક વધુ વિડીયો સામે આવ્યો છે. જેમાં તે ગાડીમાં બેઠેલી છે અને આ દરમિયાન પણ તે ખૂબ ભાવુક નજર આવી રહી છે. એરપોર્ટ પર વિનેશના સ્વાગત માટે ચાહકો અને મીડિયાનો જમાવડો લાગી ગયો હતો. બીજી તરફ ગાડીમાં બેસીને એરપોર્ટથી નીકળી તે દરમિયાન તેને અનેક ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતાં.