કુસ્તીબાજમાંથી ભવિષ્યવેત્તા બનેલા જો રોગાન કહે છે : Kamala Harris જ આ ચૂંટણીમાં વિજેતા બનશે

Share:

ટ્રમ્પ પર થયેલો ગોળીબાર નવે. સુધીમાં ભૂલાઈ જશે

નવેમ્બર પાંચની ચૂંટણીમાં હેરીસ ટ્રમ્પને ભારે પછડાટ આપશે, હું તેમ ઇચ્છુ છું માટે નથી કહેતો પૂર્ણત: પ્રમાણિક પણે કહી રહ્યો છું

la vegas, new york,તા.02

ખ્યાતનામ કુસ્તીબાજમાંથી ભવિષ્યવેત્તા બની ગયેલા જો રોગાને ભવિષ્યવાણી ઉચ્ચારતા હોય તેમ જણાવ્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી (અમેરિકાના) પ્રમુખ પદની ચૂંટણીમાં કમલા હેરીસ જ વિજેતા બનશે. તેઓએ બ્રોડકાસ્ટ ઉપર વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે કમલા હેરીસ ડોનાલ્ડ ટ્રમ્પને ખરેખરી પછડાટ આપશે. જો રોગાન એક્સપીરીયન્સ એપીસોડ નામક એપીસોડમાં તા. ૩૦મી જુલાઈ અને મંગળવારે જો રોગાને જ્યારે આમ કહ્યું ત્યારે એન્કર માઇકેલ એવીસે કહ્યું ‘ના, તેઓ (કમલા) જીતી શકે તેમ નથી. ત્યારે ફરીથી જો રોગાને પોતાનું પૂર્વકથન દોહરાવતાં કહ્યું હતું કે તેઓ વિજયી થવાનાં જ છે.’

આ સાથે રોગાને કહ્યું હતું કે, કમલા હેરીસ માટે હું તેમ કહેતો નથી કે તેઓ જીતે તેમ પણ હું ઇચ્છતો નથી. હું તો માત્ર પ્રામાણિકપણે જે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તે જ જણાવું છું. આ ઉપરાંત તેમણે વધુ સ્પષ્ટતા કરી હતી કે આ વર્તારો હું કમલા જીતે તેમ ઇચ્છતાં પણ કર્યો નથી કે ટ્રમ્પ પરાજિત થાય તેમ ઇચ્છતાં પણ મેં આમ કહ્યું નથી. હકીકતમાં તો જે દેખાઈ રહ્યું છે તે જ કહું છું.

આ સાથે તેઓએ વધુ સ્પષ્ટતા કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબારને લીધે તેઓની લોકપ્રિયતા વધી હતી. તે સત્ય છે પરંતુ નવેમ્બર સુધીમાં તેઓ તરફે જાગેલું મોજું વિખેરાઈ જવા સંભવ છે. વળી ખુલ્લી ડીમેટ માટે હેરીસે ટ્રમ્પને આપેલો ખુલ્લો પડકાર હજી સુધી ટ્રમ્પે સ્વીકાર્યો નથી. તેની પણ અમેરિકાના મતદારોએ નોંધ લીધી જ હશે.

બીજી તરફ પ્રિપોલ સર્વે કહે છે કે લોકપ્રિયતા આંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરીસથી બે પોઇન્ટ જ આગળ છે (ટ્રમ્પ ૪૯, કમલા ૪૭) પરંતુ કમલા તે ગાળો ઝડપથી કાપી રહ્યાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *