Worrying! પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં માતા-પુત્ર સહિત 3ના હૃદયરોગના હુમલાથી મોત

Share:

Prantij,તા.22 

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં હૃદયરોગના હુમલાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. બોરીયા સીતવાડા ખાતે આધેડ અને મજરામાં માતા-પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. એક જ દિવસે માતા-પુત્રના મૃત્યુથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

એક જ દિવસે હૃદયરોગના હુમલા ત્રણ બનાવ

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે રહેતા શંકાબાને પેટમાં દુ:ખાવો ઉપડતાં તેમને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું હૃદયરોગના હુમલો આવતાં મોત થયું હતું. આ દરમિયાન તેમના પુત્રનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. એક જ દિવસે માતા-પુત્રનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

બીજી તરફ બારીયા સીતવાડા ખાતે તમતસિંહ રાઠોડનું હૃદયરોગના હુમલો આવવાથી સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયુંં હતું. તાલુકામાં એક જ દિવસે હૃદયરોગના હુમલાથી ત્રણ લોકોના મૃત્યુથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.

હાર્ટએટેકથી બચવા શું કરવું જોઈએ

હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હૃદય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટએટેકનો ખતરો રહે છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *