Morbi,તા.07
છતર ગામ નજીક આવેલ ફેકટરીના શેડ પર કામ કરતા નીચે પટકાતા શ્રમિક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
અમદાવાદના હરણવાળી પોળ નવી મોહલ્લ્ત કાલુપુરના રહેવાસી મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (ઉ.વ.૩૭) નામના યુવાન ટંકારા તાલુકાના છતર ગામની સીમમાં આવેલ શ્રી રામ ફેક્ટરીમાં ફાયબરના શેડ પર કામ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાને પગલે યુવાનનું મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે