કારખાનાની ઓરડીમાં મોડી રાત્રે યુવાને ભરેલા પગલાથી પરપ્રાંતીય પરિવારમા અરેરાટી
Rajkot,તા.21
લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકે પોતાની ઓરડીમાં મોડી રાત્રે અગમ્ય કારણસર ગળાફાંસો ખાય જીવન ટુકાવી લેતા પરિવારમાં અરેરાતી મચી જવા પામી છે પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જામનગર ધોરીમાર્ગ પર આવેલા મેટોડા જીઆઇડીસી માં આવેલા શિલ્પન કાસ્ટ ીલ નામના કારખાનામા કામ કરતો અને ઓરડીમાં રહેતા બીજું તરુણકુમાર દાસ નામના 25 વર્ષ શ્રમિકે ગતમોડી રાત્રે ગળાફાંસો ખાઈ લેતા આ બનાવવાની જાણ પરિવારજનોને થતા નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મેટોડા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જય મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.