Mumbai.તા,07
ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ગ્રુપ-Aની તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 105નો સ્કોર કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. સામે ભારતીય ટીમે 19મી ઓવરના પાંચમા બોલ પર લક્ષ્યને હાંસલ કરી લીધું હતું.લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. અને 18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાનાએ 7 રન પર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે ઇનિંગ્સને સંભાળી લીધી અને બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી. ઓમાઈમા સોહેલે શેફાલીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ જેમિમાહ પણ આઉટ થઈ ગઈ હતી. જેને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ આઉટ કરી હતી.ત્યારબાદ શેફાલી વર્માએ 35 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેમિમાએ 28 બોલનો સામનો કરીને 23 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર રિચા ઘોષ શૂન્ય પણ આઉટ થઇ ગઈ હતી. રિચાના આઉટ થવાના સમયે ભારતનો સ્કોર ચાર વિકેટે 83 રન હતો. અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ ભારતીય ટીમને જીતની નજીક પહોંચાડી હતી. જો કે, જ્યારે ભારતને જીતવા માટે બે રનની જરૂર હતી ત્યારે હરમનપ્રીત કૌર ઈજાના કારણે ઘાયલ થઈ ગઈ હતી. હરમનપ્રીતે 24 બોલમાં સૌથી વધુ 29 રન બનાવ્યા હતા
પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે પહેલી જ ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. રેણુકા સિંહે ગુલ ફિરોઝાની શૂન્ય પર બોલ્ડ કરી દીધી હતી. આ પછી સિદરા અમીન માત્ર 8 રન કરી આઉટ થઈ ગઈ હતી. સિદરાને સ્પિનર દીપ્તિ શર્માએ LBW આઉટ કરી હતી કર્યો હતો. ઓમાઈમા સોહેલ પણ કંઈ ખાસ કરી શકી ન હતી. અને અરુંધતી રેડ્ડીના બોલ પર શેફાલી વર્માએ કેચ પકડતા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સતત વિકેટો ગુમાવતા ટીમે 71ના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી.
અહીંથી પૂર્વ કેપ્ટન નિદા દાર અને સૈયદા અરુબ શાહે મળીને આઠમી વિકેટ માટે 28 રન જોડ્યા હતા. જેના કારણે પાકિસ્તાનની ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી. પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 105 રન બનાવ્યા હતા. નિદા ડારે સૌથી વધુ 28 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્રેયંકા પાટીલને 2 સફળતા મળી હતી.
આ મેચમાં બંને ટીમોએ એક-એક ફેરફાર કર્યો છે. ભારત માટે પૂજા વસ્ત્રાકરની જગ્યાએ સજના સજીવનને ટીમમાં સામેલ કરાઈ હતી. જ્યારે પાકિસ્તાની ટીમમાં ઓલરાઉન્ડર સૈયદા અરુબ શાહનો સમાવેશ થતો હતો. સૈયદાએ ઝડપી બોલર ડાયના બેગની જગ્યા લીધી હતી.
ભારતીય પ્લેઇંગ-11 ટીમ : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સજના સજીવન, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ.
પાકિસ્તાનની પ્લેઇંગ-11 ટીમ : મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, સિદરા અમીન, નિદા ડાર, આલિયા રિયાઝ, ઓમાઈમા સોહેલ, ફાતિમા સના (કેપ્ટન), તુબા હસન, નશરા સંધૂ, સૈયદા અરુબ શાહ, સાદિયા ઈકબાલ.