Morbi,તા.28
ધ્રુવનગર નજીક અલ્ટો કારના ચાલકે મહિલાને હડફેટે લઈને રોડની બાજુની લોખંડ રેલીંગ સાથે ભટકાડી માથામાં ગંભીર ઈજા પહોંચાડી પોતાની કાર લઈને ચાલક નાસી ગયો હતો જે અકસ્માતના બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે
રાજકોટના પરાપીપળીયા ગામે રહેતા અર્જુનદાન શક્તિદાન બાટી (ઉ.વ.૨૮) નામના યુવાને અલ્ટો જીજે ૦૩ એનપી ૯૧૪૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ ના રોજ સવારના ફરિયાદી અર્જુનદાન તેની માતા ક્રિષ્નાબેન અને બહેન આનંદબેન, ફૈબા લીલાબેન બધા રાજકોટથી હળવદ તાલુકાના સરંભડા ગામ મોગલ માતાજીના મંદિર ચાલીને માનતા કરવા નીકળ્યા હતા જેમાં ફરિયાદી પોતાની સીએનજી રીક્ષા લઈને પાછળ ચલાવતો હતો માતા, બહેન અને ફૈબા ત્રણેય ચાલીને જતા હતા ટંકારાની ખજુરા હોટેલ પાસે પહોંચતા બધા રોકાઈ ગયાહતા અને બીજા દિવસે તા ૨૫ ના રોજ વહેલી સવારે હોટેલ ખાતેથી ચાલીને નીકળ્યા હતા સવારના સાડા છએક વાગ્યે ધ્રુવનગર ગામ નજીક પહોંચ્યા ત્યારે સફેદ કલરની અલ્ટો કાર પુરઝડપે આવી ફરિયાદીના માતાને હડફેટે લીધા હતા અને માતા રોડની બાજુમાં આવેલ લોખંડની રેલીંગ સાથે ભટકાડી અલ્ટો કાર ચાલક રોડ ડિવાઈડર ટપાડી મોરબી તરફ લઇ નાસી ગયો હતો
અકસ્માતમાં માતા ક્રિષ્નાબેનને ગંભીર ઈજા પહોંચી હતી માથામાંથી લોહી નીકળતું હતું જેથી બેભાન હાલતમાં `૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મોરબી લઇ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા આમ અલ્ટો કારના ચાલકે પગપાળા માનતા પૂરી કરતા જતી મહિલાને ઠોકર મારી લોખંડ રેલીંગ સાથે ભટકાડી માથામાં ગંભીર ઈજા પહોંચાડી પોતાની કાર લઈને નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે