Woman એ ન્યૂડ કોલ કરી લાઠીના વૃદ્ધને Blackmailed કરીને ૫.૭૭ લાખ પડાવ્યા

Share:

લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધ ખેડૂત સાથે ચોંકાવનારી ઘટના બની હતી

RAJKOT, તા.૧૮

લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધ ખેડૂત સાથે ચોંકાવનારી ઘટના બની હતી. વૃદ્ધને વોટસએપ નંબર પરથી ન્યૂડ કોલ કરીને રેકોડગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી ૫.૭૭ લાખ પડાવી લેવાયા હતા. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.  લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ સોશિયલ મીડિયામાં સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા જેમાં ખેડૂતને કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ન્યૂડ કોલ કરી પોલીસ અધિકારી અને યુટયુબ અધિકારીની ખોટી ઓળખ આપી આ ન્યૂડ વિડિયો કોલનું સ્ક્રીનીંગ કરી યુટયુબ તેમજ બીજા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપો અને એફઆઈઆર થયેલ છે,ન્યૂડ કોલમાં જે મહિલા છે તે મહિલાએ આત્મહત્યા કરેલ છે તેવી ખોટી હકીકત જણાવી બ્લેક મેઇલ કરી અવાર – નવાર રૂૂપિયાની માંગણી કરી વિડિયો ડિલીટ કરાવવાના બહાને ૫,૭૭ લાખ પડાવી લઈને છેતરપીંડી આચરી હતી. આ બનાવને લઈને વૃદ્ધ દ્વારા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા બનાવને લઇને કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *