Jamnagarમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી એક મહિલા ને વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

Share:
Jamnagar તા ૨૬
જામનગરમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી એક યુવતિ પોતાના ઘેર એકાએક આંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની પાછળ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી બીબીબેન મોહસીનભાઈ મોહમ્મદભાઈ નામની ૩૩ વર્ષની યુવતી ગઈકાલે પોતાના ઘેર ઈલેક્ટ્રીક પ્લગમાં વાયર ભરાવવા જઈ રહી હતી, જે દરમિયાન તેણીને વિજ આંચકો લાગ્યો હતો, અને તેણીનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
 આ બનાવ અંગે તેણીના પતિ મોહસીનભાઈ દરજાદાએ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *