રાજકોટ બાદ અમદાવાદ સારવાર અર્થે લઈ જતી વેળાએ રસ્તામાં હૃદય થંભી ગયું,પરિવારમાં કલ્પાંત
Rajkot,તા.૨૭
શહેરના મહિલા કોલેજ નજીક માવતરે રહેતા અને મૂળ ભાવનગરમાં સાસરિયું ધરાવતા પરિણીતાનું ઘરે ખાટલા પરથી ઉઠતી વેળાએ ચક્કર આવી જતા નીચે પટકાઈ જવાથી બેભાન હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા,ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જતી વેળાએ રસ્તામાં મહિલાએ દમ તોડી દેતા ત્રણ સંતાનોએ મતાની મમતા ગુમાવી છે.
શહેરના મહિલા કોલેજ નજીક આલાભાઇના ભઠ્ઠા પાસે રહેતા રેખાબેન રાજુભાઈ વાઘેલા (ઉં.વ.30) નામની પરિણીતાનું ઘરે હતા ત્યારે વ્હેલી સવારે ખાટલા પરથી ઊભા થતા ચક્કર આવી જતા પટકાઈ જવાથી તેઓને બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જતી વેળાએ મહિલાનું રસ્તામાં મોત નિપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં રેખાબેન ઘરે હતા ત્યારે વ્હેલી સવારે ઊઠીને ખાટલા પરથી ઊભા થવા જતા ચક્કર આવી જતા નીચે પટકાયા,જેથી બેભાન હાલતમાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જતી વેળાએ રસ્તામાં દમ તોડી દેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ગત આઠેક વર્ષથી માવતરે હોય અને પતિ રાજુભાઈ ભાવનગર પુત્ર સાથે રહેતા હોય મહિલા તેની બે પુત્રી સાથે મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.મૃતક ભંગાર વીણવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવવા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી છે.