Morbi,તા.28
જેતપર ગામે પાણી ગરમ કરવા ચૂલો કર્યો હતો જેની આગમાં સાડીનો છેડો અડી જતા દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત થયું હતું
મોરબી તાલુકાના જેતપર ગામના વણકરવાસમાં રહેતી ગીતાબેન પ્રવીણભાઈ પરમાર (ઉ.વ.૩૬) નામની પરિણીતા ગત તા. ૨૭ ના રોજ ઘરના ફળિયામાં પાણી ગરમ કરવા ચૂલામાં આગ પેટાવેલ હતી અને આગમાં સાડીનો છેડો અડી જતા ગીતાબેન દાઝી જતા સારવાર માટે જેતપર સીએચસી બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે