Morbi,તા.24
વાંકાનેર બાઉન્ડ્રી નજીક પેટ્રોલ પંપ પાસે મહિલા રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટેમ્પો ટ્રાવેલર ચાલકે મહિલાને ઠોકર મારી રોડ પર પછાડી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી વાહન લઈને ચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે
મૂળ મધ્યપ્રદેશના વતની કમલસિંહ નિર્ભયસિંહ પરિહાર (ઉ.વ.૪૬) વાળાએ ટુરિસ્ટ ટેમ્પો જીજે ૦૬ એક્સએક્સ ૦૮૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૭-૦૧ ના રોજ વહેલી સવારના સવા છ વાગ્યાના અરસામાં ફરિયાદીના કૌટુંબિક ભાભી જસુબાઈ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટેમ્પો ચાલકે ભાભીને ઠોકર મારી રોડ પર પછાડી દીધા હતા જેથી જસુબાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી પોતાનું વાહન ચાલીને ચાલક નાસી ગયો હતો સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે