Morbi,તા.04
વાંકાનેરની ખોડીયાર સોસાયટીમાં રહેતી મહિલાના લગ્ન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યા હોય જ્યાં પતિ, દિયર અને સાસુએ શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરની ખોડીયાર સોસાયટીમાં રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલાએ આરોપી પતિ સંજયભાઈ પરષોતમભાઈ વાઘેલા, દિયર ચેતનભાઈ પરષોતમભાઈ વાઘેલા અને સાસુ કાંતાબેન પરષોતમભાઈ વાઘેલા રહે દૂધરેજ ગામ સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કંચનબેનના લગ્ન સુરેન્દ્રનગરના દૂધરેજ ગામે રહેતા સંજયભાઈ વાઘેલા સાથે થયા હતા અને તા. ૧૯-૦૪-૨૦૧૮ થી તા. ૨૬-૦૪-૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન કંચનબેનને પતિ, સાસુ અને દિયર અવારનવાર નાની નાની બાબતમાં તેમજ ઘરકામ બાબતે હેરાન કરી દુખ ત્રાસ આપી શંકા વહેમ કરી મેણા ટોણા મારી મારકૂટ કરતા અને એકબીજાને ચડામણી કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપતા હતા મોરબી મહિલા પોલીસ મથકે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે