Morbi,તા.10
બેલા નજીક આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ એજ્લીસ સિરામિકમાં રહીને કામ કરતા નીકાક્ષાબેન શિવમભાઈ ચૌધરી (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ ગત તા. ૦૯ ના રોજ લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે