Barack Obama એ હજી સુધી કમલા હેરીસ તરફે સ્પષ્ટ હકાર શા માટે નથી ભણ્યો ?

Share:

New York,તા.26

ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પાર્ટીના પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે કમલ હેરીસનાં નામ સાથે સહમત થયા છે, પરંતુ એક પૂર્વ પ્રમુખ બારાક ઓબામાએ હજી સુધી તે માટે હકાર નથી ભણ્યો.

આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોસ્ટ જણાવે છે કે પ્રમુખ જો બાયડેને જ કમલાને તેઓનાં સ્થાને પ્રમુખ પદનાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હોવા છતાં બારાક ઓબામા કહે છે કે તે પસંદગી યોગ્ય નથી. તેઓ રીપબ્લિકન કેન્ડીડેટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકે તેમ નથી.

ન્યૂયોર્ક પોસ્ટને આપેલી મુલાકાતમાં બાયડેનનાં કુટુમ્બીજનો પૈકી કોઈએ કહ્યું હતું કે કમલા હેરીસની પ્રમુખ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના આ અગ્રણીઓએ કહ્યું હતું કે ઓમાબા જાણે છે કે તેઓ પૂરતાં સક્ષમ નથી. તેઓ કદી સરહદની મુલાકાતે ગયાં નથી. વળી વસાહતીઓ અંગે પણ તેઓ સ્પષ્ટ નથી. હકીકતમાં ઓબામા જ બાયડેન સ્પર્ધામાથી ખસી જાય તેમ ઇચ્છતા હતા. તેઓ એરિઝોનાના સેનેટર માર્ક કેવીને ટોપ ટીકેટ મળે તેમ ઇચ્છતા હતા. (પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મારી પસંદ કરે તેમ ઇચ્છતા હતા) ડેમોક્રેટિક પાર્ટીનાં આગામી મહિને યોજાનાર રાષ્ટ્રીય સંમેલનમાં માર્ક કેલી પક્ષના પ્રમુખપદના ઉમેદવાર જાહેર થાય તે જોવાની તેમની ઇચ્છા હતી. પરંતુ તે બર ન આવી તેથી ઓબામા નારાજ છે.

સાધનો તેમ પણ જણાવે છે કે ડેમોક્રેટિક પાર્ટીના કેટલાય અગ્રણીઓએ બારાક ઓબામાનાં પત્ની મીશેલ ઓબામાને પક્ષ તરફથી પ્રમુખ પદની ચૂંટણી માટેનાં ઉમેદવાર તરીકે ઉભા રહેવા જણાવ્યું હતું પરંતુ મિશેલ ઓબામાએ તે સૂચનનો સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું હતું કે તેઓને તેમાં રસ નથી. ટૂંકમાં તેઓ આ સૂચન પણ સ્વીકારવા તૈયાર ન હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *