આજની યુવતીઓ Ideal Figure મેળવવા ઉત્સુક હોય છે પરંતુ તેઓ figure મેળવવાના પ્રયત્નમાં કયારેક પોતાના શરીરને ગંભીર નુકશાન પહોંચાડતી હોય છે. ખાસ કરીને જયારે યુવતીઓ ફીગર મેળવવા ભૂખી રહી Healthને નુકસાન પહોંચાડે છે તે યોગ્ય નથી. Ideal figure મળવવાની ઇચ્છા સહુની હોય છે દરેક યુવતી તેના માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે ઘણી વાર યુવતી પૈસાદાર હોય તો લાખો રૂપિયા પણ ખર્ચી નાખે છે, પણ જરૂરી નથી કે આવું કર્યા બાદ પણ તમને એવું figure મળે જેવું તમે ઇચ્છી રહ્યાં છો, Ideal figure માટે ખૂબ પૈસા વાપરવા, ખાવા-પીવાનું છોડવું કે જીમમાં જોડાવું આવશ્યક નથી. ઘરમાં રહીને પણ તમે પોતાની figureને સરસ બનાવી શકશો ફકત તમારામાં વિશ્વાસ અને ઉત્સાહ હોવો જોઇએ. એક યુવતી હસમુખ અને સૌમ્ય વ્યકિતત્વની માલિક છે, શાણી અને ચૂસ્તી સ્ફૂર્તી તેના અંગે અંગમાં છે જીવનના અંલકારોથી ભરપૂર છે, કોઇ જીમમાં નથી જતી કે ડાયટીંગ પણ નથી કરતી તેમ છતાં તે આટલું આકર્ષક વ્યકિતત્વ ધરાવે છે હવે તમામ વિચારે કે આ યુવતીએ કેવી રીતે આ બધુ પ્રાપ્ત કર્યું? તો એક નજર તે યુવતીની દિનચર્યા પરઃ તે રોજ સવારે ઊઠી પરોઢના સૌંદર્યનું પાન કરે છ,ે એને જોઇ એવું લાગે છે કે વહેલી સવારની લાલિમાને તે પોતાનામાં સમાવી રહી હોય ત્યારબાદ તે સાવરણી લઇ ઘર સાફ કરે છે, ઘરના ખૂણા-ખૂણાની સફાઇ કરે છે. તેથી તેના હાથની માંસપેસીઓ મજબૂત થાય છે જયારે ઘરમાં પોતું કરે છે ત્યારે લાગે છે કે કમરની આસપાસની ચરબીને દૂર કરી રહી છે, કામના જોશને કારણે પેટ તો બહાર આવતું જ નથી. ત્યારે તે શીતળ જળથી સ્નાન કરે છે, બાદમાં દીવો કરી તુલસી કયારા સમક્ષ આવી ઊભી રહે છે, હાથ જોડીને પોતાના પાવન ઉચ્ચ સંસ્કારોને પોશતાં ઊંડા શ્વાસો લે છે ત્યારબાદ ધીરેધીરે શ્વાસ છોડે છે ત્યારબાદ તે પ્રાણાયામ કરી વાતાવરણની સ્વચ્છ હવાને પોતાના ફેફસાંમાં ભરી લે છે. આ કારણે શરીરને શુદ્ધ ઓકિસજન મળછે. ત્યાર બાદ તે ઘરના અન્ય કામો પૂરાં કરે છે. આ કામોને પણ તે એ રીતે કરે છે કે શરીરની એકે એક નસ ગતિશીલ થઇ જાય છે. ખભા, કોણી અને કાંડાના સાંધાની કસરત થઇ જાય છે. અન્ય કોઇ દર્દ અવા કામોને કારણે નથી થતાં તન અને મનનું સંયોજન કરી તે ભોજન બનાવે છે. ધ્યાન આપે છે કે ભોજન શુદ્ધ, સાત્વીક અને પૌષ્ટિક હોય તેના દરેક તત્વોનો સમાવેશ થાય.ભોજન બાદ તે બપોરની ઊંઘ લીધા વગર નીચે બેસી જમીન પર છાપું ફેલાવી વાંચે છે જેથી જગતની હલચલ પણ જાણી શક.ે તે જાણે છે કે સ્મિત સૌથી મોટું ઘરેણું છે, સાંજે દીવા-બત્તી કરી સૌ સદસ્યોને સાથે લઇ પ્રાર્થના કરે છે તેથી સંસ્કારોનો દોર તૂટી ન જાય.સાંજે ભોજન બાદ ઘણી સોસાયટીમાં સૌની ખબર અંતર પૂછી ફરવા નીકળ છે, ત્યારબાદ ઘરે આવી જલ્દી સૂવાનો પ્રયત્ન કરે છે અને ભરપૂર ઊંઘ આવી જાય છે. કેમ કે આવનારી સવારની પરોઢ તેની રાહ જોતી હોય છે, તેને ઉષાની લાલીમાનું ફરી સ્વાગત કરવાનું છે. ડાયેટીંગ, જીમ જેવા શબ્દોથી માઇલો દૂર આ યુવતી સાચ્ચેજ લાખોમાં એક છે. એવું આવશ્યક નથી કે આ કામ ઘરની ગૃહિણી જ કરે આને કોઇ પણ પોતાની દિનચર્યામાં લાવી Ideal Figure મેળવી શકે છે. આ યુવતી અત્યારની યુવતીઓ માટે એક દીવાદાંડી સમાન છે અત્યારની આધુનિક યુવતીઓ તેની માતાને ઘરકામમાં મદદ નથી કરતી પરંતુ figure મેન્ટેઇન કરવા જીમમાં જતી જોવા મળે છે. આવી યુવતીઓ ભૂખી રહી ડાયેટીંગ કરતી જોવા મળે છે પરંતુ જો figure મેળવવા ઇચ્છુક યુવતીઓ આ લેખમાથી પેલી યુવતીની જેમ ઘરના કામ કરે અને યોગ્ય રીતે સંસ્કારોથી સજ્જ હોય તો સ્વયંભૂ તે આદર્શ ફીગર મેળવી શકશે. આનાથી બે કાર્ય થશે પ્રથમ તો તમારૂં ઘરનું કામ પણ થશે અને તમારી ફીગર પણ આઇડીયલ કે આદર્શ રહેશે.
Ideal Figure કોને કહેવાય ?
