Mumbai,તા.06
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક સમયે જે ખેલાડીને સચિન તેંડુલકર કરતા પણ શ્રેષ્ઠ ક્રિકેટર માનવામાં આવતો હતો. જે મેદાન પર રન બનાવતા ક્યારેય થાકતો ન હતો. તે હવે ખરાબ તબિયતને કારણે બરાબર ચાલી પણ શકતો નથી.યૂઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિનોદ કાંબલી એક બાઇક પાસે થોડીક સેકન્ડો માટે ત્યાં ઊભા રહે છે. પછી અચાનક તે ડગમગવા લાગે છે. તે જોઇને બાજુમાં ઉભેલી વ્યક્તિ તેને આગળ ચાલવા માટે સપોર્ટ આપે છે. બીજા કેટલાક લોકો પણ મદદ માટે આગળ આવે છે. આ પછી બે વ્યક્તિઓ વિનોદ કાંબલીને ટેકો આપી તેને જ્યાં જવાનું હોય છે ત્યાં લઈ જાય છે.
કાંબલીના વિડીયોમાં પર અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે વિનોદ કાંબલીએ દારૂના નશામાં છે. અને નશાના કારણે તે ચાલી નથી શકતો. તો કોઈએ તેની બીમારીનો હવાલો આપ્યો હતો. હકીકતમાં વિનોદ કાંબલી છેલ્લા કેટલાક વર્ષોથી અનેક રોગોથી પીડાઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલા તેને હાર્ટ એટેક આવ્યો હતો. મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલે તેને હોસ્પિટલ લઈ જઈને તેનો જીવ બચાવ્યો હતો. કાંબલીની આર્થિક સ્થિતિ બહુ સારી નથી.
કાંબલીએ પોતાની ક્રિકેટની કારકિર્દીમાં તેણે ભારત માટે 104 વનડે અને 17 ટેસ્ટ મેચ રમી છે. વનડેમાં તેણે 2 સદી અને 14 અડધી સદી ફટકારી હતી. તેને કુલ 2477 રન બનાવ્યા છે. જયારે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદીની મદદથી 1084 રન બનાવ્યા છે. જેમાં બે બેવડી સદીનો સમાવેશ થાય છે.