જાણીતા singer and BJP નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી નેતા પર જ કર્યો હુમલો

Share:

Ahmedabad,તા.22

જાણીતા સિંગર વિજય સુવાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફિલ્મી સ્ટાઇલમાં ગુંડાગર્દી જોવા મળે છે. દિનેશ દેસાઇ નામના જમીન દલાલની ઓફિસ પર 50 જેટલા લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જીવનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને જમીન દલાલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા અને તેમના ભાઇ યુવરાજ સુવાળા સહિત 50 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે જેમાં 13 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાણીતા સિંગર વિજય સુવાળા અને તેમના ભાઇ તથા 50 થી વધુ લોકોએ જમીન દલાલ દિનેશ દેસાઇની ઓફિસ પર જઇને ઉત્પાત મચાવ્યો હતો. 50 લોકોના ટોળાએ ઓફિસ પર જઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર જમીનની લેતી-દેતીમાં વિવાદ થતાં દિનેશ દેસાઈ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે AAPમાં જોડાયેલા વિજય સુવાળા રાતોરાત છોડીને ભાજપમાં જોડાયા હતા. તો બીજી તરફ દિનેશ દેસાઇ પણ ભાજપના જ નેતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *